સારા સમાચાર : મુંબઈની સ્કૂલોમાં હવે આ દસ્તાવેજ વગર પણ ઍડ્મિશન મળશે; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑગસ્ટ, 2021

સોમવાર

સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ વગર પણ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઍડ્મિશન આપવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાએ તમામ સ્કૂલોને આપ્યો છે.

એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ઍડ્મિશન લેવા માટે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવું આવશ્યક છે. જોકે હવેથી પહેલાથી દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અમુક કારણોસર અન્ય સ્કૂલમાં ઍડ્મિશન લેવાની નોબત આવે છે તથા તેની પાસે લીવિંગ સર્ટિફિકેટ નથી તો પણ તે વિદ્યાર્થીને તેના બર્થ સર્ટિફિકેટના આધારે ઉંમર અનુસાર ઍડ્મિશન મળી શકશે.

મુંબઇમાં કોરોનાના સંખ્યામાં થયો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા  

કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણ અને ઍડ્મિશનથી વંચિત ના રહે એની જવાબદારી સ્કૂલ સંચાલક અને પ્રિન્સિપાલની રહશે એવું પણ પાલિકાના શિક્ષણ ખાતાએ કહ્યું છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment