News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવેના સફાલે અને કેલ્વે રોડ(Calway Road) વચ્ચે મુંબઈ(Mumbai) તરફ આવી રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન(Saurashtra Express train) નીચે સાત વર્ષની પુત્રી સાથે સાથે માતાએ આત્મહત્યા(Suicide) કરી લીધી હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. મંગળવારે 3 મેના રાત્રે 8 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ માતાનું નામ તૃપ્તિ આરેકર (30 વર્ષ) અને બાળકીનું નામ જીગીશા આરેકર (7 વર્ષ, પુત્રી) છે. તેઓ પાલઘર(Palghar) પોફરન (અક્કર પટ્ટી)ની રહેવાસી હતા.
ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સફાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહિલા માટે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ રાખે તે આઘાતજનકઃ હાઈ કોર્ટનું નિરીક્ષણ.. જાણો વિગતે.
મા-દીકરીની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે આત્મહત્યાના બનાવ બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળ પરથી એક ટુ-વ્હીલર સાથે આધાર કાર્ડ(Aadhar card) અને મોબાઈલ ફોન ટ્રેક પર પડેલા મળ્યા હતા. જોકે, મોબાઇલમાં રહેલું સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. આધાર કાર્ડની માહિતી પરથી તેમની ઓળખની પુષ્ટિ થતાં સંબંધીઓ મોડી રાત્રે સફાલે રેલવે પોલીસ સ્ટેશન(railway police station) પહોંચ્યા.
આ દુર્ઘટનાને પગલે ઘટનાને કારણે મુંબઈ જતી ટ્રેનો થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.