મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(mumbai)માં રાજ ઠાકરે(Raj Thackeray)ની પાર્ટી મનસે(MNS)ના કાર્યકરોની વધુ એક વાર ગુંડાગીરી સામે આવી છે. 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, મુંબઈના કમાઠીપુરા(Kamathipura)માં વિસ્તારમાં મનસે(MNS)ના કાર્યકરો ગણેશ ભક્તોનું સ્વાગત કરતું બેનર(banner) લટકાવવા માગતા હતા. આ માટે તેમણે પ્રકાશ દેવી નામની મહિલાની મંજૂરી વગર જ બારોબાર બોર્ડ લટકાવવા માટે એક વાંસનો થાંભલો રોપી દીધો હતો. મહિલાને આ વાતની જાણ થતા તેણે કાર્યકરોને વાંસનો થાંભલો અહીંથી હટાવી લેવાનું કહ્યું હતું પરંતુ કાર્યકરોએ મહિલાની વાત માની નહતી.

 

મહિલા વારંવાર તેમને વાંસનો થાંભલો હટાવી લેવાનું કહી રહી હતી પરંતુ કાર્યકરો ગુંડાગીરી પર ઉતરી આવ્યાં હતા અને એક કાર્યકરે મહિલાને થપ્પડ પર થપ્પડ મારીને નીચે પાડી દીધી હતી. મનસે કાર્યકર વારંવાર મહિલાને ધક્કા મારતો અને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. આ ઘટના બની ત્યારે ત્યાં ઘણા રાહદારીઓ ત્યાં હાજર હતા પરંતુ કોઈએ પણ કાર્યકરને રોકવાના બદલે ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.   

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નાગપાડા પોલીસ સ્ટેશનમાં મનસેના  કાર્યકરો સામે IPC કલમ 323 (હુમલો), 506 (ગુનાહિત ધાકધમકી) અને 509 (મહિલાની નમ્રતા પર અત્યાચાર કરવાના હેતુથી કૃત્ય) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ હાલ આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment