મુંબઈ શહેર

મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી. હજારો રૂપિયાનો દંડ થશે. અનેક પ્રતિબંધો લાદ્યા. જાણો વિગત.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ શહેરમાં કોરોના ના જેટલા પણ કેસ નોંધાઈ રહ્યા છે તેમાં ૯૦ ટકા કેસ હાઉસિંગ સોસાયટી માંથી છે. આ હાઉસિંગ સોસાયટી માં રહેનાર લોકો ગેટ બંધ કરીને બેઠા છે પરંતુ હાઉસિંગ સોસાયટીમાં નિયમોનું પાલન નથી થઈ રહ્યું તેવું બીએમસી ને લાગે છે. આથી મુંબઈ મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે કડક પગલાંની જાહેરાત કરી છે. મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે કે કોઈપણ હાઉસિંગ સોસાયટીમાં જો કોરોના ની નિયમાવલી નું ઉલ્લંઘન થશે તો .....

૧. હાઉસિંગ સોસાયટી ને પ્રથમ વખત દસ હજાર રૂપિયાનો દંડ થશે. 

૨. બીજી વખત ઉલ્લંઘન થતા ૨૦ હજાર રૂપિયાનો દંડ થશે.

૩. આજ પછી ઇમારતમાં કોઈપણ વ્યક્તિ ને કોરોના થયો તો તે ઘરને સીલ કરવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીની રહેશે.

૪. દૂધ કરિયાણું અને છાપા આજ પછી હાઉસિંગ સોસાયટીના ગેટ ઉપર આવશે. ઘર સુધી પહોંચવાની મનાઇ છે. 

મહારાષ્ટ્ર સરકારે ' break the chain' એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.
 

આમ મુંબઈ મહાનગરપાલિકાએ સોસાયટીઓમાં ઘૂસીને કોરોના ને બહાર કાઢવા માટે કડક પગલાં લીધા છે.

Recent Comments

  • Apr, 7 2021

    Pramod Ghelani

    What about landlord building, any other rule for paghdi building

Leave Comments