News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં એક અનોખો ચૂકાદો આપ્યો હતો જેમાં ભૂલથી કુરકુરિયા પર ફોર વ્હીલર ચલાવી દેનારાએ પ્રાણીઓની સંભાળ રાખવાની અને તેમને કોઈ નુકસાન નહીં પહોંચાડવાની પ્રતિજ્ઞા લેતા તેને સામે નોંધાયેલી એફઆઈઆરને બોમ્બે હાઈ કોર્ટે રદ કરી હતી.
પુણેના દીપ પટેલે તેમની સામે નોંધવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવા મુજબ તેઓ 18 જૂન 2020ના રોજ ભારે વરસાદ પડી રહ્યો હતો. એ દરમિયાન તેમને ડોકટર પાસે જવાની ઉતાવળ હતી. તેથી ખુલ્લા પાર્કિંગમાંથી કારને રિવર્સ લેતા સમયે અજાણતામાં જ કારની નીચે રહેલા કુરકુરિયાને ઈજા પહોંચી હતી. તેથી તે કુરકુરિયાને સિક્યોરિટી ગાર્ડને આપીને તે ડોક્ટર પાસે જતો રહ્યો હતો.
આ દરમિયાન ગંભીર રીતે જખમી થયેલા કુરકુરિયાનું મૃત્યુ થયું હતું. તેથી તેની સોસાયટીમાં રહેતા અને રખડતા પ્રાણીઓની સંભાળ રાખનારા પડોશી સંજય નાયકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં સ્થિત ચાર માળાની ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, કોઇ જાનહાની નહીં.. જાણો વિગતે
દીપ પટેલના કહેવા મુજબ તેણે જાણીજોઈને રેશ ડ્રાઈવિંગ કરીને કાર ચલાવી નહોતી. તેને મેડિકલ ઈમરજન્સી હોવાથી તે ઉતાવળમાં હતો અને અજાણતા જ તેની કાર નીચે કૂતરું આવી ગયું હતું.
સુનાવણી દરમિયાન તેના પાડોશી સંજય નાયકે કોર્ટમાં જો દીપ પટેલ માફી માગે અને પોતાની ભૂલ સ્વીકારે અને ભવિષ્યમાં આવું કરશે નહીં એવું વચન આપે તો તેઓ એફઆઈઆર રદ કરવા સંમત થશે. તેથી દીપ પટેલે બિનશરતી માફી માગીને ભવિષ્યમાં આવી ભૂલ થશે નહીં તેનું વચન કોર્ટમાં આપ્યું હતું.