ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
કેન્દ્રના બજેટમાં વેસ્ટર્ન રેલવેના મુંબઈ વિભાગમાં રેલવે બ્રિજ બાંધવા ખાસ 45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ભંડોળમાંથી વેસ્ટર્ન રેલવેના ગ્રાન્ટ રોડ, મહાલક્ષ્મી, મુંબઈ સેન્ટ્રલ, લોઅર પરેલ, વિરાર-વૈતરણામાં ફ્લાયઓવર બાંધવામાં આવવાના છે.
મુંબઈ રેલ્વે લાઈન પર રહેલા અનેક પુલ જૂના થઈ ગયા હોવાથી તેમનું આયુષ્ય પૂરું થવા આવ્યુ છે. તેથી અનેક પુલોની જાળવણી અને સમારકામ માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
સારા સમાચારઃ બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સાપ્તાહિક આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે; જાણો વિગત
ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ (દક્ષિણ), મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી ખાતે રેલવે બ્રિજ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફંડથી પુલોના કામમાં ઝડપ આવશે.
રેલ્વે મંત્રાલયના બજેટ મુજબ વેસ્ટર્ન રેલવે પર રોડ ઓવર બ્રિજ અને રોડ અન્ડર બ્રિજના નિર્માણ માટે કુલ 605 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, એવું વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રીલેશન ઓફિસર સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલિઝ જણાવ્યું હતું.