મુંબઈ શહેર

મુંબઈગરાનું પાણીનું સંકટ ટળી ગયું : એક દિવસના વરસાદમાં જળાશયોમાં 66 દિવસનું પાણી જમા થયું, તાનસા અને મોડકસાગર પણ છલકાયાં; જાણો વિગત

Jul, 22 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જુલાઈ, 2021

ગુરુવાર

મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. એક જ દિવસના વરસાદમાં જ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં 66 દિવસનું પાણી જમા થયું છે. ગુરુવાર સવારનાં જળાશયોમાં 7,79,568 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક જમા થયો હતો.

હાલ સાતેય જળાશયોમાં કુલ 7,79,568 મિલિયન લિટર જેટલું પાણી જમા થયું છે. બુધવારે સવારનાં જળાશયોમાં 5,31,734 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો. છેલ્લા 24 કલાકના મુશળધાર વરસાદમાં જ જળાશયોમાં 66 દિવસનું પાણી જમા થઈ ગયું છે.  ઓવરઑલ જળાશયોમાં હાલ 207 દિવસનો પાણીનો સ્ટૉક જમા છે. થાણે જિલ્લા સહિત બંધના ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. એથી મુંબઈગરાના માથા પર રહેલું પાણીકાપનું સંકટ પણ દૂર થવાની શક્યતા પાણીપુરવઠા ખાતાના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે.

કોંકણ રેલવે બંધ પડી. આ સ્ટેશનથી આગળનો રેલ વ્યવહાર બંધ. વરસાદને કારણે તકલીફ પેદા થઈ. જાણો વિગત.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ચોમાસું જામ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોના કૅચમેન્ટ એરિયામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન ભરપૂર વરસાદ પડ્યો છે. એને પગલે ગુરુવારે વહેલી સવારના 3.24 વાગ્યે મોડક સાગર અને સવારના 5.48 વાગ્યે તાનસા છલકાઈ ગયું હતું. આ અગાઉ ગયા અઠવાડિયામાં ભારે વરસાદને પગલે મુંબઈમાં આવેલા વિહાર અને તુલસી પણ છલકાઈ ગયાં હતાં.

આ દરમિયાન થાણે જિલ્લામાં આવેલા તાનસા અને મોડક છલકાઈ જવાથી બંધના દરવાજા ખોલવામાં આવ્યા છે. એથી બંધની આજુબાજુનાં ગામડાંઓમાં પૂરની શક્યતા છે. પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા સ્થાનિક પ્રશાસને  એલર્ટ જાહેર કર્યું હોવાનું પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પાણીપુરવઠાનો ચાર્જ સંભાળનારા અજય રાઠોડે જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને પ્રતિદિન 3,750 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે સાતેય જળાશયોમાં પહેલી ઑક્ટોબરે 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો જોઈએ.

ભારે વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઈવે બંધ. જાણો વિગત.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )