Site icon News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઇના પ્રિન્સેસ સ્ટ્રીટ, લોહાર ચાલ અને દવાબજાર ખાતે ફૂટપાથની બિસ્માર હાલત; જુઓ વિડીયો અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

રાહદારીઓ અડચણ વગર ચાલી શકે એ માટે લાખો રૂપિયા ખર્ચીને ફૂટપાથ બનાવવામાં આવે છે તોય ફૂટપાથ પર ચાલી ન શકાય એવી ફૂટપાથની હાલત મુંબઈમાં અનેક ઠેકાણે જોવા મળી રહી છે. પ્રિન્સેસ સ્ટ્રીટ અને કાલબાદેવી વિસ્તારમાં કૉન્ક્રીટીકરણ કરેલી ફૂટપાથ પર નાગરિકોને ચાલવામાં અડચણ થાય છે. ભાજપના સ્થાનિક નગરસેવક આકાશ પુરોહિતે રસ્તાના સમારકામ માટે બે-ત્રણ મહિના પહેલાં કામ શરૂ કરાવ્યું હતું જે હજી સુધી પૂરું થયું નથી. 

ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર, આ દિવસે ધોની આઇપીએલ છોડી દેશે ; જાણો વિગતે 

મરીનલાઇન્સમાં ચંદનવાડી, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, દવાબજાર, બાબુ ગેનુ રોડ, નવી હનુમાન લેન, મંગલદાસ માર્કેટ, લોહાર ચાલ વગેરે ભાગની ફૂટપાથના નિરીક્ષણમાં ચંદનવાડી, પારસી ડેરી અને તેની સામેની અગિયારી આ બંને ફૂટપાથ ખોદીને રાખી મુકાઈ છે. ત્રણ મહિના પહેલાં ખોદકામ કરીને સિમેન્ટનો કાચો થર ચડાવ્યો છે. આ કામ અધવચ્ચે મુકાયું છે અને હવે પારસી ડેરીથી સારસ્વત બૅન્ક સુધી ખોદકામ કરાઈ રહ્યું છે.

દુકાનદારોના જણાવ્યા અનુસાર કૉન્ટ્રૅક્ટર ધ્યાન આપતા નથી. નગરસેવકે પણ આ ફૂટપાથ ઉપર ખાસ ધ્યાન આપ્યું નથી. તેથી મરીનલાઇન્સ સ્ટેશનથી દવાબજાર જનારી બંને ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી.

આ ઉપરાંત દવાબજારની બંને ફૂટપાથ સારી સ્થિતિમાં અને કૉન્ક્રીટીકરણ કરેલી છે, પરંતુ ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે અને ત્યાં જ પોતાનો સંસાર વસાવ્યો  છે. એથી નાગરિકોએ ફૂટપાથને બદલે રસ્તા પર ચાલવું પડે છે.

દવાબજાર, રાજકોટ નાગરિક સહકારી બૅન્ક નજીક બે મહિના પહેલાં બેસ્ટના કૅબલ નાખવા માટે ખોદકામ શરૂ કરાયું હતું, જે હજી સુધી પત્યું નથી. માટીનો ઢગલો ત્યાં જ પડ્યો છે. મંગલદાસ માર્કેટથી લોહાર ચાલ તરફ જનારો રસ્તો પહેલેથી જ સાંકળો છે. અહીંની ફૂટપાથ ઉપર સિમેન્ટનો કાચો થર ચડાવીને  કૉન્ટ્રૅક્ટરે કામ અધૂરું મૂકી દીધું છે. સ્થાનિક નગરસેવકો ધ્યાન નથી આપી રહ્યા કે શું? એવો સવાલ નાગરિકોએ કર્યો છે.

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Mahim Causeway Bridge – ૬ વર્ષના લાંબા વિલંબ બાદ માહિમ કોઝવે બ્રિજનું કામ ફરી શરૂ, BMCએ ૧૦ અવરોધક બાંધકામો હટાવ્યા
FDA Action NSCI Worli – VIP ક્લબમાં હાઈજીનના ધજાગરા! વરલીની NSCI ક્લબનું ફૂડ લાયસન્સ FDA એ કર્યું સસ્પેન્ડ
Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
Exit mobile version