ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં જે હાઉસિંગ સોસાયટીમાં ૫૦થી વધુ સભ્ય છે તેમણે પોતાની વાર્ષિક સર્વ સાધારણ સભા વિડીયો કોન્ફરન્સ અથવા ટેલીફોન કોન્ફરન્સના માધ્યમથી કરવી પડશે. આ સ્પષ્ટતા સહકાર વિભાગે કરી છે તેમજ આ માટે માર્ગદર્શક સૂચના પણ જાહેર કરવામાં આવી છે. છેલ્લા સાત-આઠ મહિનાથી અને હાઉસિંગ સોસાયટીમાં વાર્ષિક સર્વ સાધારણ સભા ન થવાને કારણે કમિટીઓ ને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હવે આર્થિક વર્ષ પૂરું થવાને કારણે દરેક હાઉસિંગ સોસાયટી એ પોતાના ખર્ચા પણ સભ્યોને જણાવવા પડશે. આ પરિસ્થિતિમાં કોરોના વધુ ન ફેલાય તેમ જ લોકો સુરક્ષિત રહે તે માટે આ guideline બનાવવામાં આવી છે.
ગાઈડ લાઈન આ મુજબ છે.
૧. સહકારી સંસ્થા એ વાર્ષિક સર્વ સાધારણ સભા ની તારીખ સમય તેમજ એજન્ડા ન્યૂનતમ સાત દિવસ પહેલા એસએમએસ અથવા ઈ-મેલથી અને પોસ્ટ દ્વારા સભ્યોને જણાવવાનો રહેશે.
૨. આ ઉપરાંત આ નોટિસને સાર્વજનિક ફલક પર લગાડવાની રહેશે
૩. ઓનલાઇન સભા કરવા માટે હાઉસિંગ સોસાયટી એ આ માટે એક્સપર્ટ કંપનીની મદદ લેવાની રહેશે તેમજ સારી રીતે સભા થઇ શકે તે માટે સોફ્ટવેર પણ લઇ શકાય છે.
૪. જે સભા કરવામાં આવશે તેનું વિડીયો રેકોર્ડિંગ બંધનકારક રહેશે.