ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
કોરોના દરમિયાન મ્યુકરમાયકોસીસ (બ્લૅક ફંગસ) મુંબઈ તેમ જ રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં આ મ્યુકરમાયકોસીસને કારણે કુલ 59 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમાંથી 17 દર્દી મુંબઈના અને 42 દર્દીઓ મુંબઈ બહારના છે. પાલિકાની હૉસ્પિટલમાં 37 જણ મૃત્યુ પામ્યા છે, એમાંથી દસ દર્દીઓ મુંબઈના છે, તો બાકીના 27 દર્દીઓ મુંબઈ છે. ખાનગી હૉસ્પિટલમાં 22 જણનાં મૃત્યુ મ્યુકરમાયકોસીસને કારણે થતાં એમાંથી સાત મુંબઈના છે, તો 15 જણ મુંબઈ બહારના છે.
મ્યુકરમાયકોસીસના કુલ 497 દર્દીઓ પાલિકાની હૉસ્પિટલમાં છે, એમાંથી 150 દર્દીઓ મુંબઈના છે. છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારના દર્દીઓનું દાખલ થવાનું પ્રમાણ ઘટ્યું છે, પણ અટક્યું નથી. જોકે દવાઓ હજી સરળતાથી મળતી નથી.
તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત
મળતી માહિતી પ્રમાણે ખાનગી અને સાર્વજનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારા દર્દીઓમાંથી 42 જણને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની સંખ્યા 357 જેટલી છે એમાંથી મુંબઈના 111 છે તો 246 દર્દીઓ મુંબઈ બહારના છે.