ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં સહિત દેશભરમાં કોરોનાની ઝડપ દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના આંકડા ભયાનક છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇમાં 10,860 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ દરમિયાન સંક્રમણથી જજૂમતા બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તાજા આંકડાની સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 47,476 થઈ ગઈ છે.
મુંબઈમાં આજે 654 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ હવે શહેરમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 7 લાખ 52 હજાર 12 થઈ ગઈ છે. આજે આવેલા કુલ સંક્રમણના કેસમાંથી ફક્ત 834 લોકો જ હૉસ્પિટલમાં દાખલ થાય છે.
ઉલ્લેખનીય છે કે કોરોના ના વેરિએન્ટ ઑમિક્રૉન ના જોખમ વચ્ચે મુંબઇમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 24 ડિસેમ્બરના મુંબઇમાં 683 લોકો સંક્રમિત થયા હતા, પણ 10 દિવસ પછી આજે લગભગ 11 હજાર સુધી આ આંકડો પહોંચી ગયો છે. એટલે કે આવનાર દિવસો માં પણ પરિસ્થિતિ વણસી શકે છે. તેથી મુંબઈગરાઓએ વધુ સતર્ક રહેવાની અને કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.