News Continuous Bureau | Mumbai
તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે મોડી રાતથી વહેલી સવાર સુધીની બસ સેવા ચાલુ કરીને મુંબઈગરાને રાહત આપી છે. હવે બેસ્ટ ઉપક્રમે માયાનગરી મુંબઈના પ્રવાસે આવનારા પર્યટકો માટે બેસ્ટના કાફલામાં વધુ ત્રણ ઓપન ડેક બસનો સમાવેશ કર્યો છે.
પર્યટકોની માગણીને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં બંધ કરેલી ઓપન ડેક બસ સેવા થોડા મહિના પહેલા જ ફરી ચાલુ કરી હતી. તેમાં વધુ ત્રણ ઓપન ડેક બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટકો માટે ચાલુ કરવામાં આવેલી આ બસ ગેટ વે ઑફ ઈન્ડિયાથી જુહુ કિનારા સુધીની સફર કરાવશે.
આ સમાચાર પણ વાંચો : કયા બાત હેં!! જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામીમાંથી BMCએ કરી આટલા કરોડની કમાણી.. જાણો વિગતે
બુધવારથી મુંબઈગરાની સેવામાં હાજર થયેલી આ ઓપન ડેક બસ હવે જોકે ટ્રામ સ્વરૂપમાં છે. દક્ષિણ મુંબઈના મહત્ત્વનાં સ્થળોની સાથે જ મુંબઈના ઐતિહાસિક વારસા સંસ્કૃતિના દર્શન બેસ્ટની ઓપન ડેક બસમાં કરવા મળે છે.
બસની ટિકિટના દર અપર ડેક માટે પ્રતિ વ્યક્તિ ૧૫૦ રૂપિયા તો લોઅર ડેકના ૭૫ રૂપિયા છે.