News Continuous Bureau | Mumbai
આગામી મંગળવારે મલાડ(Malad) અને કાંદિવલી(kandivali) પશ્ચિમ વિસ્તારોમાં 24 કલાક માટે પાણી પુરવઠો (Water suppply) સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રાપ્ત જાણકારી મુજબ સોમવાર, 17 ઓક્ટોબર રાત્રે 10 વાગ્યાથી મંગળવાર, 18 ઓક્ટોબર રાત્રે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC) વતી, નવી નાખેલી 750 મીમી અને હાલની 600 મીમી વ્યાસની પાણીની લાઈનો (Water line)ના જોડાણનું કામ રાધાકૃષ્ણ હોટેલ, માલવણી પ્રવેશ નંબર 1, મલાડ (પશ્ચિમ) વિભાગની સામે માર્વે માર્ગ પર હાથ ધરવામાં આવશે. ઉપરાંત, 600 mm સેન્ટ્રલ વાલ્વ ઇન્સ્ટોલ કરવાનું કામ સોમવાર, 17 ઓક્ટોબર, 2022 ના રોજ રાત્રે 10 વાગ્યે હાથ ધરવામાં આવશે. આ પાણીની લાઈનને જોડવાનું અને નવા વાલ્વ લગાવવાનું કામ મંગળવાર, 18 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મુંબઈમાં હવે ડ્રાઇવર સહિત આ લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત- ટ્રાફિક પોલીસે જારી કર્યો આદેશ
તેથી આ સમયગાળા દરમિયાન એટલે કે સોમવારે રાત્રે 10:00 વાગ્યાથી મંગળવારે રાત્રે 10:00 વાગ્યા સુધી મલાડ (વેસ્ટ) ડિવિઝનમાં મઢ, માલવણી, જનકલ્યાણ નગર, મનોરી, ગોરાઈ અને કાંદિવલી (વેસ્ટ) ડિવિઝનમાં છત્રપતિ શિવાજી મહારાજ કોમ્પ્લેક્સ અને ન્યુ મ્હાડા વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
વોટર કનેકશન(water connection) ના કામના સમયગાળા દરમિયાન પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, તેથી આ વિસ્તારના નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અને જરૂરી પાણીનો સંગ્રહ રાખવા વોટર એન્જિનિયર વિભાગે અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : રવિવારે દિવાળીની શોપિંગ માટે બહાર છો – તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક