ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03 માર્ચ 2022,
ગુરુવાર,
સુપ્રીમ કોર્ટે ઓબીસી આરક્ષણ વગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો છે. જોકે રાજ્ય સરકારે ઓબીસી આરક્ષણ સાથે જ ચૂંટણી લડશે એવો દાવો કર્યો છે. એટલે જયાં સુધી સરકાર ઈમ્પિરિકલ ડેટા કોર્ટમાં રજૂ કરતી નથી અને સુપ્રીમ કોર્ટે તેને માન્ય કરતી નથી ત્યાં સુધી મુંબઈ મહાનગર પાલિકા સહિત અન્ય પાલિકાની ચૂંટણી યોજાશે નહીં. તેનો મતલબ છે કે મુંબઈ મનપા સહિત અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાંચથી છ મહિના લંબાઈ જવાની શક્યતા છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં રાખેલા ઈમ્પિરિકલ ડેટાને માન્ય રાખ્યો નથી. આ ડેટા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ શકે નહીં એવો આદેશ પણ આપ્યો છે. તેથી રાજય સરકારને નવેસરથી ઈમ્પિરિકલ ડેટા રજૂ કરવો પડવાનો છે.
સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું, ઓબીસી અનામતના મુદ્દે નીચા જોણું થયું; જાણો વિગત
ઈમ્પિરિકલ ડેટા માટે રાજ્યભરમાં સર્વે કરવામાં પાંચથી છ મહિનાનો સમય લાગવાનો છે અને રાજ્ય સરકારને કોર્ટમાં મળેલી લપડાક બાદ ઓબીસી આરક્ષણ વગર તેઓ ચૂંટણી યોજશે નહીં એવો દાવો કર્યો છે.
સરકારને સુપ્રીમ કોર્ટમાં ઈમ્પિરિક ડેટા રજૂ કરવો પડવાનો છે. રાજ્યના તમામ આંતરિક ખૂણાઓનો પણ અભ્યાસ કરીને આ ડેટા મેળવવામાં પાંચથી છ મહિનાની મુદત લાગી શકે છે અને ત્યારબાદ સુપ્રીમ તેના પર ફરી ચુકાદો આપશે. જોકે રાજ્ય સરકારની જીદને કારણે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પાંચથી છ મહિના લંબાઈ જવાની શક્યતા છે.
હાલ નાશિક સહિત અનેક પાલિકાઓની મુદત પૂરી થઈ છે અને તેમા પ્રશાસકને નીમી દેવામાં આવ્યો છે. તો મુંબઈ મહાનગરપાલિકાની પણ સાત માર્ચના મુદત પૂરી થઈ રહી છે. તેથી મુંબઈ મનપા પણ હવે એડમિનિસ્ટર આવી જશે.