188
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં અચાનક ગરમીમાં વધારો થયો છે.
સખત તાપથી મુંબઈગરા પરેશાન છે ત્યારે ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં આજથી 9 માર્ચ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા હોવાથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે.
સાથે જ મુંબઈ નજીકના થાણે, રાયગડ અને પાલઘર વિસ્તારમાં આજથી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
આ સિવાય પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ આ સમયમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર.. ભીડ ઓછી કરવા પશ્ચિમ રેલવે પ્રસાશને લીધો આ નિર્ણય; જાણો વિગતે
You Might Be Interested In