ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકાની સત્તાધારી શિવસેનાએ એક તરફ 500 ચોરસ ફૂટ સુધીની મિલકતના પ્રોપર્ટી ટેક્સમાં રાહત જાહેર કરી છે. તો બીજી તરફ તાજેતરમાં રજૂ કરવામાં આવેલા પાલિકાના 2022-23ના બજેટ બાદ કમિશનર ઈકબાલ સંહે પ્રોપર્ટી ટેક્સમાં આગામી સમયમાં 15 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, તેની સામે ભાજપે રહી રહીને નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈવાસીઓ પર લાદવામાં આવેલા ટેક્સને સહન નહીં કરીએ મુંબઈગરા સાથે સત્તાધારીએ વિશ્વાસઘાત કર્યો છે એવો ભાજપે આક્ષેપ કર્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના ગ્રુપ લીડર નેતા પ્રભાકર શિંદે, પક્ષના નેતા વિનોદ મિશ્રા અને ધારાસભ્ય રાજહંસ સિંહે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં બજેટ પર આકરી ટીકા કરવામાં આવી હતી. ભાજપે ચેતવણી આપી હતી કે, "અમે મુંબઈવાસીઓ પર લાદવામાં આવેલા ટેક્સને સહન કરીશું નહીં. ભાજપ તેનો સખત વિરોધ કરશે."
મહારાષ્ટ્રના પૂર્વ સીએમની પત્ની અમૃતા ફડણવીસનો છૂટાછેડાને લઇ વિચિત્ર દાવો, કહ્યું- મુંબઈમાં આટલા ટકા ડિવોર્સ ટ્રાફિક જામના કારણે થાય છે…
"બજેટમાં પ્રોપર્ટી ટેક્સનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બીજા દિવસે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણ કરે છે. બાળાસાહેબ ઠાકરે આરોગ્ય યોજના જૂની યોજના છે અને હવે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે કોવિડના નામે ગરીબોને લૂંટ્યા છે એવો આરોપ પણ ભાજપે કર્યો હતો.
ભાજપના પાલિકાના ગ્રુપ લીડરના દાવા મુજબ પાલિકાનું બજેટ છેતરપિંડી ભર્યું અને અર્થહીન છે. મુંબઈવાસીઓને ગેરમાર્ગે દોરનારું અને વિશ્વાસઘાત કરનારું બજેટ છે. કમિશનરે કહ્યું છે કે પ્રોપર્ટી ટેક્સમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. અમે પ્રોપર્ટી ટેક્સ સહન નહીં કરીએ.