ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
દસ વર્ષ પૂર્વે થયેલા મુંબઈના ટ્રિપલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં હજી સુનાવણી શરૂ થઈ નથી. મુંબઈના ભીડવાળા વિસ્તારમાં થયેલા આ હુમલામાં કુલ ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો ૧૨૭ લોકોને ઈજા થઈ હતી. મુંબઈમાં ખળભળાટ મચાવનાર આ ગંભીર કેસનો ખટલો કોર્ટમાં હજી શરૂ થયો નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે આ મામલાની તપાસને પાછળ ધકેલાઈ હતી. આ કેસના આરોપીઓને ચાર જુદી-જુદી જેલમાં રાખવામાં આવ્યા છે.
મુંબઈના ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરના કબૂતરખાના પાસે દસ-દસ મિનિટના અંતરે ૧૩ જુલાઈ ૨૦૧૧ના રોજ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ(ATS)એ આ મામલે ૨૦૧૨માં પહેલી ધરપકડ કરી હતી. ATSનો દાવો હતો કે યાસીન ભટકલનાનેતૃત્વમાં ઇન્ડિયન મુજાહુદ્દીનના ટોચના આતંકીઓએ આ કાવતરું ઘડ્યું હતું.ATSએ ચાર્જશીટમાં કુલ ૧૧ શખસો સામે ગુનો દાખલ કર્યો હતો.
સાંગલીમાં વ્યાપારીઓ લૉકડાઉનના વિરોધમાં રસ્તા પર ઊતર્યા; કર્યું ભીખ માગો આંદોલન, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ મામલે વિલંબ થતાં આરોપીઓએ જામીનની માગણી કરી હતી. આમાંનો માત્ર એક આરોપી કલવાન પટેરેજા જામીન પર બહાર છે. બાકીના 3 આરોપીઓ તિહાડમાં તો બે આરોપીઓ બેંગલોરની જેલમાં છે. કોર્ટે મુંબઈની જેલમાં બંધ છ આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડ્યા છે.