News Continuous Bureau | Mumbai
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડ તમારું વાહન ચલાવવાની આદત હોય તો સુધારી લેજો, નહીં તો વાહનથી હાથ ધોવાનો વખત આવી શકે છે. ટ્રાફિક પોલીસે રોંગ ડાયરેકશનમાં વાહન ચલાવનારાઓ સામે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.
મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ પોલીસ કમિશનરનું પદ સંભાળવાની સાથે જ મુંબઈગરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી હતી. હવે જે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમની સામે ટ્રાફિક પોલીસે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે, જેમાં રસ્તા પર ખોટી દિશામાં વાહન ચલાવતા પકડાયા તો તેમના વાહન જ સીધા જપ્ત કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં શરૂ કરાયેલ 'સન્ડે સ્ટ્રીટ'ને આબાલવૃદ્ધોનો જોરદાર પ્રતિસાદ, મુંબઈ પોલીસ કમિશનરે આ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ. જાણો વિગતે
મુંબઈના અનેક રસ્તાઓ પર ખાસ કરીને ટુ વ્હીલરવાળાઓ શોર્ટકર્ટના ચક્કરમાં અમુક વખતે ઉલટી દિશામાં વાહન ચલાવી લેતા હોય છે. જોકે હવે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયા તો વાહન જપ્ત થવાની શક્યતા છે.