News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ની લોકલ ટ્રેન(Local Train) લોકો માટે લાઈફલાઈન છે. જેમાં રોજ કરોડો નાગરિકો મુસાફરી કરે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં વિવિધ રંગો અને નાગરિકોની પ્રતિભા જોવા મળે છે. લોકલ ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો ભજન(Bhajan), કીર્તન(keertan) અને ગીત ગાતા સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય ટ્રેનમાં મહિલાઓને ગરબા(Garba) કરતી જોઈ છે? હાલમાં ઈન્ટરનેટ પર ગરબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ એક ગ્રુપ બનાવીને ચાલુ લોકલ ટ્રેનમાં ગરબા ઘૂમતી જોવા મળી રહી છે.
#Garba #Navrathri
MUMBAI LOCALS CREATE MOMENTS
Now in yesterday's 10.02 am #AClocal from Kalyan.
FUN HAS NO LIMIT. pic.twitter.com/Hruzxwbeqr— Mumbai Railway Users (@mumbairailusers) September 28, 2022
કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કલ્યાણથી મુંબઈ તરફ આવતી એસી લોકલ ટ્રેનનો છે..
આ સમાચાર પણ વાંચો : નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ આપવો કે નહીં- મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ આપ્યો જવાબ- જુઓ વિડિયો