ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, ૨૦૨૨
મંગળવાર.
પશ્ચિમ રેલવેએ દ્વારા ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો સામે ડ્રાઇવ શરૂ કરી છે, જે હેઠળ એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022 દરમિયાન 80 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
રેલવેના જણાવ્યા મુજબ ટિકિટ વગરના ખુદાબક્ષોન સાથે જ માસ્ક વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી પણ દંડ વસૂલવામાં આવ્યો છે. જે લગભગ 27 લાખ રૂપિયા જેટલો છે.
વેસ્ટર્ન રેલવે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરે છે. આ સઘન ઝુંબેશ એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022ના સમયગાળા દરમિયાન ધરી હતી, જેમાં અનિયમિત મુસાફરીના કેસમાંથી દંડ તરીકે રૂ. 80.07 કરોડ અને માસ્ક વગરના લોકો પાસેથી 26.92 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022 દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરીના લગભગ 13.67 લાખ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન આરક્ષિત ટિકિટ ટ્રાન્સફરના 9 કેસ મળી આવ્યા હતા અને રૂ. 13,000 થી વધુની વસુલાત કરી હતી. આ ઉપરાંત, 540 ભિખારીઓ અને 613 અનધિકૃત હોકર્સ પકડાયા હતા, જેમાંથી 242ને દંડ ફટકારવામાં આવ્યો હતો અને 1,04,165 રૂપિયાની રકમ રેલવેએ વસૂલ્યા હતા. 369 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 1,34,870 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રેલવે પરિસરમાં માસ્ક વગરના મુસાફરો સામે કાર્યવાહી કરવા અને દંડ વસૂલવાની સત્તા ટિકિટ ચેકિંગ સ્ટાફને આપવામાં આવી છે, પરિણામે 17 એપ્રિલ, 2021 થી 31 જાન્યુઆરી, 2022 સુધી પશ્ચિમ રેલવે પર માસ્ક વિના મુસાફરી કરવાના 14,492 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી 26.92 લાખની વસૂલાત કરવામાં આવી હતી.