Site icon News Continuous Bureau | Mumbai

બે વર્ષમાં વેસ્ટર્ન રેલવેએ ટિકિટ વગરના ખુદાબક્ષો પાસેથી વસૂલ્યો આટલા કરોડનો દંડ.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, ૨૦૨૨

Join Our WhatsApp Channel

મંગળવાર.

પશ્ચિમ રેલવેએ દ્વારા ટિકિટ વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો સામે ડ્રાઇવ શરૂ કરી છે, જે હેઠળ એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022 દરમિયાન  80 કરોડ રૂપિયાનો  દંડ વસૂલ્યો છે.

રેલવેના જણાવ્યા મુજબ ટિકિટ વગરના ખુદાબક્ષોન સાથે જ માસ્ક વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી પણ દંડ વસૂલવામાં આવ્યો છે. જે લગભગ 27 લાખ રૂપિયા જેટલો છે.

વેસ્ટર્ન રેલવે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરે છે. આ સઘન ઝુંબેશ એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022ના સમયગાળા દરમિયાન ધરી હતી, જેમાં અનિયમિત મુસાફરીના કેસમાંથી દંડ તરીકે રૂ. 80.07 કરોડ અને માસ્ક વગરના લોકો પાસેથી 26.92 લાખ  રૂપિયા દંડ તરીકે વસૂલ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

મહા વિકાસ આઘાડી સરકાર વધુ એક નેતા મુશ્કેલીમાં, હવે શિવસેનાના પાલઘરના આ સંસદસભ્યને એક વર્ષની જેલ અને પોણાબે કરોડનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો 

એપ્રિલ, 2021 થી જાન્યુઆરી, 2022 દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરીના લગભગ 13.67 લાખ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન આરક્ષિત ટિકિટ ટ્રાન્સફરના 9 કેસ મળી આવ્યા હતા અને રૂ. 13,000 થી વધુની વસુલાત કરી હતી. આ ઉપરાંત, 540 ભિખારીઓ અને 613 અનધિકૃત હોકર્સ પકડાયા હતા, જેમાંથી 242ને દંડ ફટકારવામાં આવ્યો હતો અને 1,04,165 રૂપિયાની રકમ રેલવેએ વસૂલ્યા હતા. 369 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 1,34,870 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રેલવે પરિસરમાં માસ્ક વગરના મુસાફરો સામે કાર્યવાહી કરવા અને દંડ વસૂલવાની સત્તા ટિકિટ ચેકિંગ સ્ટાફને આપવામાં આવી છે, પરિણામે 17 એપ્રિલ, 2021 થી 31 જાન્યુઆરી, 2022 સુધી પશ્ચિમ રેલવે પર માસ્ક વિના મુસાફરી કરવાના 14,492 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી  26.92 લાખની વસૂલાત કરવામાં આવી હતી.

અરે વાહ, હવે મુંબઈ-નવી મુંબઈ વચ્ચે 45 મિનિટમાં પૂરી થશે મુસાફરી, મુંબઈમાં આ તારીખથી શરૂ થશે વોટર ટેક્સી; જાણો કેટલું હશે ભાડું

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version