ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
મુંબઈમાં ઘરે-ઘરે જઈને વેક્સિન આપવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપી નથી રહી એવો જવાબ મુંબઈ મહાનગરપાલિકાએ બૉમ્બે હાઈ કોર્ટને આપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી હતી. એની સામે કેન્દ્ર સરકારે હાઈ કોર્ટમાં જવાબ આપતાં કહ્યું હતું કે તેઓએ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવા માટે ના નથી પાડી, પરંતુ ઘરે જઈને વેક્સિન નહીં આપવાની અમારી સલાહ કાયમ રહેશે. કેન્દ્ર સરકારના આ જવાબ બાદ હાઈ કોર્ટે મુંબઈ પાલિકાને ફરી વેક્સિનેશનને મુદ્દે સવાલ કર્યો હતો. કોર્ટના કહેવા મુજબ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જયેષ્ઠ નાગરિકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે, તો મુંબઈમાં કેમ નહીં ? રાજ્ય સરકાર અને મુંબઈ પાલિકા કેમ અન્ય રાજ્યનું ઉદાહરણ લઈને ઘરે-ઘરે જઈને વેક્સિન આપતી નથી એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.
જે સફાઈ કર્મચારીને શિવસેનાએ કચરાથી નવડાવ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી; જાણો આખી વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાને મુદ્દે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી છે એના પર હાલ સુનાવણી ચાલી રહી છે.