ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
લોકલ ટ્રેનની મુસાફરી હવે મનોરંજનથી ભરપૂર હશે. પ્રવાસમાં તમને કંટાળો આવશે નહીં. સેન્ટ્રલ રેલવેએ મુસાફરોના પ્રવાસને વધુ સુગડ બનાવવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત હવે લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મૂવી, ટીવી સિરિયલનો આનંદ લઈ શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા લાખો મુસાફરોની યાત્રાને આનંદમય બનાવવા મધ્ય રેલવેએ ટ્રેનોમાં ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ સેવા શરૂ કરી છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે, એટલે કે આ સેવા માટે મુસાફરોએ કોઈ વધારાનું ભાડું કે ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ કામ એક ખાનગી કંપનીને આઉટસોર્સ કરવામાં આવ્યું છે.
જો તમે મુસાફરી દરમિયાન મનોરંજન માણવા માંગતા હોવ તો તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર પર જઈને સુગર બોક્સ નામની એપ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા લોગ ઈન કરવું પડશે. તમે લોગ ઈન થતાં જ આ એપ WiFi કનેક્ટ કરવાનો વિકલ્પ બતાવશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમે પ્રવાસ દરમિયાનપોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશનથી ગમતી ફિલ્મો, ગીતો, સીરિઝ, ક્રિકેટ મેચ જોઈ શકશો. તમારે આ સેવા માટે કંઈપણ ચૂકવવાની જરૂર નથી. આ માટે કોઈ ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી. તમે તમારા ઇન્ટરનેટનો ખર્ચ કર્યા વિના સફરમાં તેનો આનંદ માણી શકો છો.
મઘ્ય રેલવે દ્વાર આપવામાં આવેલી માહિતી પ્રમાણે હાલ મધ્ય રેલવેના ભાગે 165 લોકોમોટિવ છે, જેમાંથી 10 એન્જિનમાં સિસ્ટમ લાગૂ પાડવામાં આવી છે, બીજા સ્થળે કામ ચાલુ છે.
લો બોલો!! હવે બેસ્ટની બસમાં પણ કરો રિર્ઝવેશન. જાણો વિગત