હું ગુજરાતી

સર્જાશે એક રેકોર્ડ. ૩૦ હજાર ગુજરાતીઓ એક સાથે ઓનલાઈન હાઉઝી રમશે. જાણો વિગત...

Apr, 1 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.

   કચ્છી વિસા ઓસ્વાલ કોમ્યુનિટી એ સર્વે જ્ઞાતિજનોને ડિજિટલી એક પ્લેટફોર્મ પર ભેગા કરવા કમ્યુટ્રી એપ્લિકેશન ના માધ્યમ દ્વારા હાઉઝિ ગેમ નું આયોજન કર્યું છે. ગુરુવારેરાત્રે 10 વાગ્યે દુનિયાના ખૂણેખૂણે વસેલી 30 હજારથી વધુ જ્ઞાતિજનો ઓનલાઈન ગેમ રમવા ભેગા થવાના છે. જે એક વર્લ્ડ રેકોર્ડ બની રહેવાનો છે.


   કમ્યુટ્રી એપ  મેકર અમિત છેડાના જણાવ્યા, 'અનુસાર અમે આ એપ્લિકેશન ના માધ્યમ દ્વારા જ્ઞાતિ બંધુ ને એકસૂત્રે બાંધવાનો પ્રયાસ કર્યો છે, અને ટેક્નોલોજીના ઉપયોગથી બધી જ વયના લોકો એકસાથે ભેગા થાય એ અમારો હેતુ છે.'કમ્યુટ્રી  એપના  રચયિતા અતુલ નિસર જણાવે છે કે,'ગયા વર્ષે આ રીતે જ અમે વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિના લોકોને હાઉઝી રમાડી હતી. ત્યારે 15064 લોકો એ રમતમાં જોડાયા હતા. એ સાથે વિવિધ કેટેગરીના 108 ઈનામો પણ આપ્યા હતા.આ ગેમમાં જોડાવાનું તદ્દન સરળ છે ટિકિટ પણ ફ્રી છે. શરત માત્ર એટલી કે તમારે કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના હોવું જરૂરી છે, અને એપ ડાઉનલોડ કરી ગેમ માં જોડાઈ શકો છો.'
     હાઉસિંગ ગેમના આયોજકોએ 9 કેટેગરીના કુલ 225 ઇનામો પણ રાખ્યા છે.જે વિનર ના ક્લેમ કરતાં જ ઓનલાઇન તેમના ખાતામાં ઈનામની રકમ જમા થઈ જાય.

Leave Comments