હું ગુજરાતી

નવતર પ્રયોગ દ્વારા અંગ્રજી શીખવે છે માતૃભાષાની શાળાના આ શિક્ષિકા : રાજ્ય સ્તરે પણ લેવાય નોંધ

Apr, 5 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ 2021

સોમવાર

માતૃભાષાની શાળામાં સારું અંગ્રેજી શીખવવામાં આવતું નથી તેવો સમાન્ય ભ્રમ આજના વાલી વર્ગમાં જોવા મળે છે. આ તમામ ભ્રમ તોડવાનું કામ ગુજરાતી શાળાના એક સહાયક શિક્ષિકા કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ પલ્લવી શાહની જે કલ્યાણની એમ. જે. બી. કન્યાશાળામાં અંગ્રેજીના વિષય શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પલ્લવીબેન પોતાની શાળામાં બાળકોને સારું અંગ્રેજી શીખવવા સતત પ્રયાસરત રહ્યા છે. 

પલ્લવીબેન ૭ થી ૧૦ ધોરણમા નવતર પ્રયોગો દ્વારા અંગ્રેજી શીખવે છે. તેણી વર્ગખંડની ભીંતો પર વિવિધ ચાર્ટ લગાવે છે, જેમાં ઈંગ્લીશના અલગ-અલગ ટોપિક, વ્યાકરણ, લેખન કૌશલ્ય, લેન્ગવેજ સ્ટડી વગેરે મુકવામાં આવે છે. દર શનિવારે દરેક વર્ગમાં ઈંગ્લીશ ડેની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત વિદ્યાર્થિનીઓ પાસે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે. 

પલ્લવીબેન સાતમા-આઠમા અને નવમા-દસમા ધોરણમાં અલગ અલગ એક્ટિવિટી દ્વારા શિક્ષણ આપે છે. નવમા-દસમા ધોરણમાં તેઓ બાળકોને પાઠ સમજાવ્યા બાદ ચાર ગ્રુપ બનાવે છે. દરેક ગ્રુપે તે પાઠમાંથી આપેલા સૂચન મુજબ નાઉન, એડજેકટીવ, વર્બ વગેરેનું લીસ્ટ બનાવે છે. બીજા દિવસે આ લીસ્ટ સમજૂતી અને ઉદાહરણ સાથે બાળકો ગ્રુપ પ્રમાણે એકબીજા સામે પ્રસ્તુત પણ કરે છે. બાળકો પાસે પાઠની કે ફકરાની સમરી બનાવવાની પણ એક્ટિવિટી કરાવવામાં આવે છે. આ પ્રકારના શિક્ષણને પિઅર્સ લર્નિંગ કહેવામાં આવે છે જેમાં બાળકો જાતે જ એક્ટિવિટી દ્વારા શીખે છે અને તે પોતાના મિત્રો સાથે શેર પણ કરે છે.

સાતમા-આઠમા ધોરણ માટે પણ તેઓએ એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓ સાતમા ધોરણમાં જઈ જે પોતે ગયા વર્ષે શીખી ગયા છે તે શીખવે છે. તેઓ વિવિધ રમત અને કન્વર્ઝેશન દ્વારા પણ બાળકોના મનમાં રહેલો અંગ્રેજીનો ડર ભગાવવાનો પ્રયત્ન કરે છે. હવે ત્યાની વિદ્યાર્થિનીઓ તુરંત આપેલા વિષય પણ પોતાની રજૂઆત અંગ્રેજીમાં કરે છે. 

ન્યૂઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે “હવે ટ્રેડીશનલ ટીચિંગ કે જેમાં માત્ર શિક્ષક જ બોલે અને વિદ્યાર્થીઓ માત્ર સંભાળે એ શક્ય નથી. શિક્ષણ હવે લર્નરસ સેન્ટર બની રહ્યું છે.” તેઓ મને છે કે દુનિયાના કોઈ પણ ખૂણે અપનાવાતી સરળ અને સહજ પદ્ધતિ સાથે પોતાની ક્રિએટિવિટી ભેળવી એક નવી પદ્ધતિ બાળકો સામે મુક્વી એ પ્રત્યેક શિક્ષકની ખાસિયત હોય છે.

ઉલ્લેખનીય છે કે પલ્લવીબેનને રીજનલ એકેડમિક ઓથોરિટી ઈંગ્લીશ એક્ષપર્ટિઝ દ્વારા આયોજિત ચેસ (CHESS)  એટલે કે ‘CONTINUOUS HELP FOR ENGLISH  TEACHERS FROM SECONDARY SCHOOL’ પ્રોજેક્ટના ચર્ચાસત્રમાં પોતાની ટીચિંગ એક્ટિવિટીનું પ્રેઝેન્ટેશન કર્યું હતું ત્યારે તેઓ જિલ્લા સ્તરે ટોપ ફાઈવમાં બીજા નંબરે આવ્યા હતા. વર્ષ ૨૦૨૦માં eMELTA એટલે કે ENTIRE  MAHARASHTRA ENGLISH TEACHERS' ASSOCIATION  દ્વારા રાજ્ય સ્તરે 'MY TEACHING DURING PANDEMIC’ આ વિષય પર ઓનલાઈન પોસ્ટર પ્રેઝન્ટેશનનો ઉપક્રમ યોજાયો હતો. સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી આ પ્રેઝન્ટેશન માટે શિક્ષકોની એન્ટી આવી હતી જેમાંથી ૨૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી અને તેમાં પલ્લવીબેન પણ સિલેક્ટ થયા હતા.

માતૃભાષાની શાળામાં બાળકો અંગ્રેજીમાં પાછળ ન રહી જાયઅને દુનિયા સાથે કદમથી કદમ મિલાવી આ ભાવના સાથે કાર્ય કરતા આ શિક્ષિકા દરેક શિક્ષક માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

Recent Comments

 • Apr, 5 2021

  Priya Ramesh Solanki

  I'm glad that i have learned English from you.... I can Proudly Say That I'm Your student

 • Apr, 5 2021

  Shital Batavia

  V.nice teaching & learning methods.

 • Apr, 6 2021

  Chandrakant Borane

  Wow Pallavi madam....You r doing really very good job ... Congratulations to your great achievement and wish you all the best for future endeavors......

 • Apr, 6 2021

  Barchha Dhruvi

  Very nice Pallavi mem

Leave Comments