હું ગુજરાતી

જ્યાં ચાહ છે ત્યાં રાહ છે : કલ્યાણની આ ગુજરાતી છોકરીને અનોખી હસ્તકલા પ્રાપ્ત છે અને હવે તેમાંથી પૈસા પણ રળે છે

Apr, 1 2021


ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021
ગુરુવાર

જે વ્યક્તિ પયત્ન કરી સતત માથે છે, તેને યશ અચૂક મળે છે. આ યશગાથા છે કલ્યાણની એમ.જે.બી. કન્યા શાળામાંથી ભણેલી પ્રિયા સોલંકીની, જે  હાલ એસ. કે. સોમૈયા કૉલેજની વાણિજ્ય શાખામાં 11મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. પ્રિયા ભણવાની સાથે-સાથે બીજી એક્ટિવિટીમાં પણ ખૂબ રસ ધરાવે છે અને તેની મહેનત આજે રંગ લાવી છે. તેણે પોતાના શોખને જ વ્યવસાયમાં પરિણમ્યો છે. પ્રિયા પોતાની ક્રિએટિવિટીથી અવનવા હેન્ડમેડ ક્રાફટ બનાવે છે અને તેના ઓર્ડર પણ લે છે.

પ્રિયા પોતાના હાથના હુનરથી અલગ-અલગ રીતે પોતાના આર્ટિકલમાં ફોટોસ ગોઠવે છે જે એક અથવા અને ફોલ્ડમાં ખૂલે છે અને જોનારને આશ્ચર્ય ચકિત કરી મૂકે છે. એક જ બુકમાં ફોટોસ ક્યાક દિલના આકારમાં હોય છે તો ક્યાક સામાન્ય દેખાતા ફોટોમાંથી રોટેટિંગ બોક્સ બને છે. એક સાદા દેખતા બોક્સમાં નયનગમ્ય રીતે સંદેશો મૂકી પ્રિયા તેને ફોટાથી સજાવે છે. બોક્સ અથવા કાર્ડમાં નાનો વિભાગ બનાવી તેમાં સંદેશો અને શુભેચ્છાઓ પણ મૂકે છે અને પોતાની હસ્તકલાથી નવા અને જાત-જાતના આર્ટિકલ બનાવે છે જે બર્થડે અને એનિવર્સરી જેવા પ્રસંગે ભેટ આપવા માટે ખૂબ જ સુંદર વિકલ્પ છે.

ન્યૂઝ કન્ટિન્યૂઝ સાથે વાત કરતા પ્રિયાએ જણાવ્યું કે "મેં ગયા ઓગસ્ટ મહિનાથી જ 'હેવનલી હેન્ડમેડ બાય પ્રિયા'ના નામથી આ કામ શરૂ કર્યું હતું. મારી આ કલા લોકો સુધી પહોંચાડવા મેં પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. હું સ્ક્રેપબુક, સરપ્રાઈઝ બોક્સ, બોક્સ કાર્ડ, મિનિયન બોક્સ, પોપઅપ સ્ક્રેપબુક, સ્મોલ કાર્ડ્સ, મેઝ કાર્ડ્સ, વૉલ હેગિંગ્સ જેવી અનેક વસ્તુઓ બનાવું છું."

પોતાના ક્રાફટની વિશેષતા વિશે જણાવતા પ્રિયાએ ઉમેર્યું કે "હું સારી ક્વોલિટીના ટિન્ટેડ પેપર, પ્રિન્ટેડ પેપર, ચાર્ટ પેપર જેવા વિવધ પેપર, સ્ટોન્સ અને બોક્સના ઉપયોગથી અવનવી વસ્તુ બનાવતી રહુ છું. ઓર્ડર માટે કોઈક વિશેષ ડિઝાઇન બનાવવા ક્રાફ્ટ પેપરનો ઉપયોગ કરું છું. 500 રૂપિયાથી શરૂઆત કરી ઓર્ડર અને તેની વિવિધતા પ્રમાણેના આર્ટિકલ્સ હું બનાવું છું અને બજાર કરતાં સસ્તા ભાવે વેચું છું."

પ્રિયાની મહત્ત્વાકાંક્ષા આઈ.એ.એસ. ઓફિસર બનવાની છે. તે ભણવામાં પણ હોશિયાર છે. દસમા ધોરણની બોર્ડ પરીક્ષામાં તેણે 87% મેળવ્યા હતા અને શાળામાં ચોથા સ્થાને આવી હતી. ઘરેથી કેવો સપોર્ટ મળે છે તેના જવાબમાં પ્રિયાએ કહ્યું કે "ઘરેથી પૂરેપૂરો સાથ સહકાર મળે છે. હું શાળામાં હતી ત્યારે શિક્ષકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો.”
પ્રિયાની ક્રિએટિવિટીનો એક નમૂનો અમે અહીં નીચે મુક્યો છે.

યુટ્યુબ લિંક  https://youtube.com/channel/UCM0IWdT_poWWq3YpCSZcN-Q
ઇન્સ્ટાગ્રામ લિંક  https://instagram.com/heavenly_handmade_by_priya?

Recent Comments

 • Apr, 1 2021

  SIDDHI

  OSSSSSSSOMMMMMMMMM SUPERRRR TO UPPER

 • Apr, 1 2021

  Dipika Thakkar

  Superb ❤️

 • Apr, 1 2021

  Bhavesh

  Good job. God bless you

 • Apr, 1 2021

  Prachi thakkar

  Lovely osm❤️

 • Apr, 2 2021

  Sona Acharya

  Very good Priya

Leave Comments