હું ગુજરાતી

મૃત પુત્રના સ્મરણમાં બોરીવલીના ગુજરાતી પરિવારે યોજેલો બ્લડ ડોનેશન કૅમ્પ થયો સફળ, આટલા લોકો બ્લડ ડોનેશનમાં જોડાયા; જાણો વિગત

Aug, 16 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

સોમવાર


દેશના સ્વાંત્ર્યદિને લોકો આઝાદીનો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીમાં રહેતા ચોખાવાલા પરિવારે તેમના મૃત પુત્રના સ્મરણમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મિત્રો, સંબંધીઓ સહિત અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને બ્લડ ડોનેશન કૅમ્પને સફળ બનાવ્યો હતો. એટલું જ નહીં, પણ આ પ્રકારે બ્લડ ડોનેશન કૅમ્પ રાખીને સમાજને પણ કંઈક નોખું કરવાની પ્રેરણા આ પરિવારે આપી હતી.

બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીમાં રહેતા  47 વર્ષના  વૈભવ ચોખાવાલાનું  25 જુલાઈ, 2021ના હાર્ટ ઍટેકને કારણે મૃત્યુ થયું હતું. મૂળ સુરતના દશામેવાડા જ્ઞાતિનો વૈભવ એન્જિનિયરિંગ ભણેલો હતો. સફળતાપૂર્વક પોતાનો  બિઝનેસ પણ ચલાવતો હતો. કોઈ જાતની બીમારી નહીં ધરાવા વૈભવનું અચાનક મૃત્યુ તેના પરિવાર માટે આઘાતજનક રહ્યું હતું. વૈભવ હંમેશાંથી સમાજસેવામાં અગ્રસેર રહ્યો હતો. અનેક સેવાભાવી સંસ્થા સાથે પણ તે જોડાયેલો હતો. તેથી તેના પરિવારે તેના મૃત્યુ બાદ તેના સ્મરણમાં બ્લડ ડોનેશન કૅમ્પ રાખીને તેને શ્રદ્ધાંજલિ તો આપી હતી, પણ સાથે જ  સમાજને પણ એક નવી શીખ આપી હતી.

રવિવારે 15 ઑગસ્ટના વૈભવના બિલ્ડિંગના ક્લબ હાઉસમાં જ આ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈભવના નાના ભાઈ આનંદે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે દિવસ દરમિયાન 86 બોટલ બ્લડ જમા થયું હતું.  અમારી અપેક્ષા કરતાં થોડું ઓછું થયું, પરંતુ કોરોનાકાળમાં જલદી લોકો આગળ આવતા નથી, ત્યારે આટલા પ્રમાણમાં લોકો અમારી માત્ર એક અપીલ પર આગળ આવ્યા અને બ્લડ ડોનેશ કર્યું હતું. એ પણ અમારી માટે બહુ મહત્ત્વની બાબત છે. ખાનગી હૉસ્પિટલ નાણાવટી સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે.

કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને બહુ વ્યવસ્થિત રીતે આ કૅમ્પ યોજાયો હતો. હૉસ્પિટલના 15 ડૉક્ટર સહિતની મેડિકલ ટીમ હતી. ઍમ્બ્યુલન્સ સહિતની અન્ય સુવિધા પણ હૉસ્પિટલ દ્વારા જ રાખવામાં આવી હતી. 

બ્લડ ડોનેશનમાં સહભાગી થયેલા લોકોનો આભર માનતાં આનંદે જણાવ્યું હતું કે પરિવારના સભ્યને ગુમાવાનું દુ:ખ તમામ લોકોને હોય છે. તેની પાછળ રડતાં બેસવું અને શ્રદ્ધાંજલિ આપી દેવાથી મૃતકને આત્માને શાંતિ મળતી નથી. તેમની પાછળ સમાજોપયોગી અને સેવાભાવી કામ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. સમાજ પ્રત્યે આપણી જવાબદારી પણ આપણે આ રીતે પૂરી કરે શકીએ છીએ. સમાજના તમામ લોકોને અમારા પરિવાર તરફથી અપીલ છે કે પરિવારના સભ્ય જતા રહ્યા બાદ તેની પાછળ તેની યાદમાં સમાજ માટે કંઈક કરો. એ જ તેને સાચી શ્રદ્ધાંજલિ હશે.

આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, મહિલા મોર્ચાના આ અધ્યક્ષે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું ; જાણો વિગતે 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )