હું ગુજરાતી

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું પરિણામ જાહેર; જુઓ પરિણામ અહીં

Jul, 7 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

બુધવાર

કોરોનાના કપરા કાળમાં પણ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય રાખવા મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ વિશ્વ માતૃભાષા દિવસનિમિત્તે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ વિષય પર રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિષયને અનુલક્ષીને સ્પર્ધકે વ્યંગ કાવ્ય, શેરી નાટક, લઘુ ચલચિત્ર, વાદ-સંવાદ અથવા વક્તૃત્વ દ્વારા પોતાની કૃતિ રજૂ કરવાની હતી.

આ સ્પર્ધાનું પરિણામ ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ યુટ્યુબ લાઇવના માધ્યમે આપવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગુજરાતનાં નાનાં ગામડાંઓથી લઈ, કૅલિફોર્નિયા અનેઑસ્ટ્રેલિયાથી પણ લોકોએ ભાગ લીધો હતો અને કુલ ૧૬૪ એન્ટ્રીઓ મળી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ચર્ચગેટ એસએનડીટીના પ્રોફેસર કવિત પંડ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયનાં ભૂતપૂર્વ શિક્ષિકા અને બોર્ડના મોડરેટર ભારતીબહેન રાઠોડે ભજવી હતી.

મહારાષ્ટ્રમાં ઑનલાઇન શિક્ષણના બાર વાગ્યા; 71,000 શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી, જાણો વિગત

આ સંદર્ભે વાતચીત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધાનો હેતુ લોકો આત્મમંથન કરી માતૃભાષાની શાળાઓની આ સ્થિતિ વિશે વિચારી પોતાની જવાબદારી સ્વીકારે એ હતો.સંગઠન દ્વારા વિષયને અનુરૂપ આત્મમંથનના મુદ્દા પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અમે ભાષાપ્રેમીઓ સુધી વિવિધ ગ્રુપ અને સોશિયલ મીડિયા દ્વારા પહોચાડવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઑનલાઇન ઉત્તમ કૃતિઓ પણ દર્શાવવામાં આવી હતી અને પરિણામ જાહેર કરાયાં હતાં. જોકેકોરોનાની ગંભીર બીજી લહેરને કારણે સરકારે લાદેલા પ્રતિબંધોને કારણે પરિણામ આપવામાં વિલંબ થયો હતો. મુંબઈના વિજેતાઓને ઘરે જઈ અને પ્રમાણપત્ર, રોકડ રકમ અને સ્મૃતિચિહ્નઆપવામાં આવશે. ઉપરાંત દરેક સહભાગીને ઈ-મેઇલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

સ્પર્ધાના પરિણામ નીચે આપેલાં છે.

આ કાર્યક્રમ જોવા માટે અહીં આપેલી લિન્ક પર ક્લિક કરી શકો છો - https://www.youtube.com/watch?v=K3zDU5gpn70

 

 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )