હું ગુજરાતી

આને કહેવાય ઇન્ટરનેટનો સદુપયોગ : કુર્લાની ગુજરાતી શાળાનો આ વિદ્યાર્થી જાણે છે જાપાનીઝ; ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, જાણો વિગત

Jun, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

સોમવાર

એકંદરે એવી માન્યતા જોવા મળે છે કે ગુજરાતી શાળાનાં બાળકોનું અંગ્રેજી નબળું હોય છે, પરંતુ આ તમામ માન્યતાઓને સદંતર ખોટી પુરવાર કરતો એક ગજબનો કિસ્સો કુર્લાની ગુજરાતી શાળામાંથી સામે આવ્યો છે. આ શાળાનો એક વિદ્યાર્થી અંગ્રેજી સહિત જાપાનીઝ પણ જાણે છે. આ વાત છે ધર્મેશ ભીતોડાની જે હાલ કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

દસમા ધોરણમાં ભણતો ધર્મેશ ફાકડું અંગ્રેજી તો બોલી જ શકે છે અને સાથે-સાથે જાપાનીઝ પણ જાણે છે. જોકેઆ વિદ્યાર્થીએ કોઈ દિવસ આ વિદેશી ભાષા શીખવા માટે કલાસીસ કર્યા નથી. તે જાતે જ ઇન્ટરનેટના માધ્યમથી શીખ્યો છે. ઉપરાંત અમુક સ્પેનિશ ગીતો પણ તે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાય છે. તે જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારથી જ તે વિવિધ સ્ટોરી ગેમ રમતો હતો અને અંગ્રેજી શો જોતો હતો. આમ તે નાનપણથી સારું અંગ્રેજી શીખી ગયો.

ધર્મેશને જાપાનીઝ કાર્ટૂન જોવાં ખૂબ ગમે છે. શરૂઆતમાં તે ઇંગ્લિશમાં ડબ કરેલા જાપાનીઝ કાર્ટૂન જોવા લાગ્યો અને ત્યાર બાદ ધીમે-ધીમે જાપાનીઝમાં ઇંગ્લિશ સબ-ટાઇટલ સાથે તેણે આ કાર્ટૂન જોવાની શરૂઆત કરી દીધી. આ જ ક્રમમાં તે જાપાનીઝ શીખતો ગયો અને હવે એમાં હજી પાવરધા થવા માટે તે યુટ્યુબના માધ્યમથી આગળ જાપાનીઝ શીખી રહ્યો છે.

આ સંદર્ભે વાતચીત કરતાં ધર્મેશે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને મારા ઘરમાંથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે.” ધર્મેશ પોતાના આ કાર્ટૂનના શોખને જ કારકિર્દીમાં બદલવા માગે છે. તે 2D ઍનિમેશનમાં પોતાનું ભાવિ ઘડવા અત્યારથી જ મથી રહ્યો છે.ઇલ્સટ્રેટર, ફોટોશૉપ અને ક્લિપ સ્ટુડીઓ પેઇન્ટ જેવા સોફ્ટવેર ઘરેબેઠાંઑનલાઇન શીખે છે.

ઉલ્લેખનીય છે કે ધર્મેશે તેના ભાઈ સાથે મળી યુટ્યુબ ચૅનલ પણ બનાવી હતી અને એમાં 3 ગીતના રીમેક પણ બનાવ્યા હતા. જોકેપોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવા માટે તેણે હાલ આ યુટ્યુબનો પ્લાન મોકૂફ રાખ્યો છે.

અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનને લઈને ચોંકાવનાર રિપોર્ટ, રસી લીધા બાદ થઇ રહી છે હૃદયની દુર્લભ બીમારીઓ ; જાણો વિગતે

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )