હું ગુજરાતી

ગુજરાતી યુવકની અનોખી સિદ્ધિ : ઇન્ડિયન જર્નલ ઓફ જિઓ મરીન સાઈન્સમાં છપાયું રિસર્ચ પેપર

Apr, 6 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

ગુજરાતીઓ વ્યાપારી તરીકેની ઓળખ ઘરાવે છે, પરતું હકીકતે દરેક ક્ષેત્રે ગુજરાતીઓ આગળ છે. આ વાત છે એક એવા ગુજરાતી યુવાની જે રિસર્ચ ક્ષેત્રે પોતાના ડગલા માંડી રહ્યો છે. એમ વાત કરી રહ્યા છે નાલાસોપારામાં રહેતા રોમિલ ચંપક ડાઘાની જે ખાસ કરીને સમુદ્રીજીવ પર રિસર્ચ કરી રહ્યો છે. આજે તેની મહેનત રંગ લાવી છે. તેણે જેલીફિશ પર કરેલી રિસર્ચને ઇન્ડિયન જર્નલ ઓફ જિઓ મરીન સાઈન્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. 

ડાબેથી રોમિલ ડાઘા, ડૉ. નિશા શાહ અને કોમલ કુમારી 

રોમિલ ડાઘા, કોમલ કુમારી, ડૉ. નિશા શાહ અને પવન કુમાર જે હાલ Central Institute of Fisheries Education (CIFE)માં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે. તેમના સહયોગથી જેલીફીશના ઝેર વિશે ૨૦૧૭માં સંસોધન કરવાનું શરૂ કર્યું. મુંબઈના જુહુ બીચ પરથી તેમણે આ સંશોધન માટે જેલીફિશ લીધી. જેલીફિશના ઝેર વિશે જાણવા માટે તે કયા પ્રકારની જેલીફિશ છે તે જાણવું ખૂબ જરૂરી છે, માટે તેમણે મળેલી જેલીફિશનું DNA ચેક કર્યું. DNA રિઝલ્ટ જોતા સૌ અચંબિત થઈ ગયા હતા. અનાયાસે તેમને મળેલી આ જેલીફિશનું નામ Rhopilema hispidum જે મુંબઈના દરિયા કિનારે પ્રથમ વખત જોવા મળી હતી. આ પ્રકારની જેલીફિશ ઇન્ડો-પેસિફિકમાં જોવા મળે છે, પરંતુ અરબી સમુદ્રમાંથી પ્રથમ વાર મળી આવી છે.

પવન કુમાર, વરિષ્ઠ વૈજ્ઞાનિક  Central Institute of Fisheries Education (CIFE)

ન્યૂઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા રોમિલે જણાવ્યું કે “સામાન્ય રીતે ભારતમાં જેલીફિશનો કોઈ ઉપયોગ નથી, પરંતુ જાપાન અને મલેશિયા જેવા દેશોમાં આ પ્રકારની જેલીફિશ ખાદ્યપદાર્થ તરીકે વપરાય છે અને સ્વાથ્ય માટે પણ સારી ગણવામાં આવે છે.” હકીકતે જેલીફિશ બીજી માછલીઓને દૂર ભગાવે છે, જેથી માછીમારો જયારે માછલી પકડવા જાય છે, ત્યારે તેમને માત્ર જેલીફિશ જ મળે છે, જે તેમના ઉપયોગમાં આવતી નથી. જો માછીમારો આ પ્રકારની જેલીફિશ પણ પકડે તો ભારત માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના નવા દ્વાર ઉધડશે. તેના માટે માછીમારોને પણ આ વિશે પ્રશિક્ષણ આપવું જરૂરી છે. આ કાર્ય થોડુક અઘરું જરૂર છે, પરંતુ દેશના માછીમારી, ફૂડ પ્રોસેસિંગ અને નિકાસના ઉદ્યોગ માટે નવી દિશા આપનારું છે.

 

રોમિલ હાલ કે.સી. કોલેજથી જેલીફિશના ઝેર ઉપર PhD પણ કરી રહ્યો છે. તેણે મુંબઈ યુનિવર્સીટીમાંથી જીવવિજ્ઞાન માં M.sc તો કે.સી. કોલેજથી જ જીવવિજ્ઞાન અને જીવ-રસાયણશાસ્ત્રમાં B.sc કર્યું છે. આ રિસર્ચ ઉપર હિન્દુસ્તાન ટાઈમ્સે પણ એક લેખ લખ્યો છે. આ દેશનો એવો પ્રથમ કિસ્સો છે, જ્યાં મોર્ડન ટેકનીકની મદદથી આ પ્રકારની ખાદ્ય જેલીફિશ મળી હોય. રોમિલ ઉમેરે છે કે “આ રિસર્ચ તો માત્ર અમારા માટે એક શરૂઆત છે અને ભવિષ્યમાં આ વિષય પર વધુ રિસર્ચ અચૂક કરવાના છીએ.”

રોમિલ માત્ર વાગડ વિશા ઓસવાળ સમાજ માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ ગુજરાતી સમાજ માટે પ્રેરણાદાયી અને ગર્વ કરવા જેવો યુવા છે.

Leave Comments