News Continuous Bureau | Mumbai
Jasdan : જસદણના શેલ્ટર હોમમાં કામચલાઉ આશ્રય (shelter home) લીધેલા સ્થાનિક નાગરિકો વાવાઝોડાથી ગભરાવાને બદલે મન:શાંતિ માટે પોતાની રોજીંદી હસ્તકલાનો (Handicraft ) આશરો લઈ રહ્યા છે આ અંગેની વિગતો આપતા જસદણના મામલતદારશ્રી સંજયસિંહ અશ્વારે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાને પગલે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. આ નાગરિકો જસદણની વિખ્યાત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો કાચો માલ/સામાન પોતાની સાથે લાવ્યા છે અને પારંપરિક રીતે જસદણની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી રહ્યા છે. (employment) જ્વેલરી બોક્સ, ઓકઝીડાઈઝ કરેલી ભગવાનની મૂર્તિઓ, સુશોભનની વસ્તુઓ, ભરત ગુંથણ તથા વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ્સ બનાવીને આ નાગરિકોએ ઓચિંતી આવી પડેલી આફતને આજીવિકાનો અવસર બનાવ્યો છે. રોજિંદો ઘટનાક્રમ જળવાતો હોવાને લીધે આ નાગરિકો શેલ્ટર હોમમાં પણ આનંદથી પોતાના દિવૂ પસાર કરી રહ્યા છે અને અન્યો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..