News Continuous Bureau | Mumbai
ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ માટે આજનો દિવસ ભુલાય તેમ નથી.કારણ કે લાઠીના રાજવી અને સાહિત્ય જગતમાં કવિ કલાપીનું નામ અમર થઇ ચૂક્યું છે.વાત વર્ષ 1900ની છે કે તે વર્ષમાં તેમને વિષૂચિકાની અસર થઇ અને નાની ઉમરમા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી હતી.કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે રાજકીય ખટપટો ને કારણે તેમની સાથે દગો થતા તેમનું અવસાન થયું હતું.
જાણો કવિ કલાપી વિશે
કવિ કલાપીનો જન્મ 26મી જાન્યુઆરી 1974 ના રોજ લાઠીના રાજવી પરિવારમાં થયો હતો અને તેમનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું.તેમણે પોતાનું શિક્ષણ રાજકોટનું રાજકુમાર કોલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું.પરંતુ કેટલીક રાજકીય ખટપટોને કારણે તેમણે પાંચમા ધોરણ સુધી જ પોતાનું અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.પરંતુ કલાપી દ્વારા અંગત શિક્ષકો દ્વારા અંગ્રેજી,સંસ્કૃત સાહિત્ય શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
જાણો તેમના અંગત જીવન વિષે
કવિ કલાપીએ 15 વર્ષની વયે કચ્છના રાજબા રમા તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે લગ્ન કાર્ય હતા અને ત્યારબાદ રમા બા કે જેને કલાપીએ શોભના નામ આપ્યું હતું તેની સાથે નિકટતા કેળવાતા પ્રીતિમાં નિકટતાને કારણે તેની સાથે પણ લગ્ન કર્યા હતા.આ બાદ તેમને સગીર વયે જ ગાદી વારસ ઠરેલ અને તેમને રાજપદ સોંપવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : શુક્રવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, ગુસ્સે થઈ શકે છે મા લક્ષ્મી
કવિ કલાપીના ઉપનામો
કવિ કલાપી ને શરૂઆતમાં મધુકર,સુરતાની વાડીનો મીઠો મોરલો,અશ્રુના કવિ,યુવાનોના કવિ જેવા ઉપનામો પણ આપવામાં આવ્યા હતા.
સાહિત્ય જગતમાં તેમનું યોગદાન
કવિ કલાપીએ 15000 છંદો,250 કવિતાઓ લખી છે.તેમણે તેમના મિત્રો અને પત્નીઓને અસંખ્ય ગદ્ય લખાણો અને 900થી વધુ પત્રો પણ લખ્યા હતા. તેમણે તેમના વિચારોને વિસ્તૃત કરવા માટે માત્ર ગુજરાતી ભાષાનો જ તેમના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો ન હતો, પરંતુ ચાર અંગ્રેજી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો. કવિ કલાપીએ ગુજરાતી ભાષાના વિવિધ છંદલમાં કવિતાઓ લખી હતી. મંદાક્રાન્તા, શાર્દુલવિક્રિડિત, શિખરિણી જેવા છંદોમાં પણ રચનાઓ લખી હતી.