News Continuous Bureau | Mumbai
Rajkot : રાજકોટ જિલ્લામાં સેજા લેવલએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં(Cooking Competition) ૧૨૯૩ આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આયોજિત સ્પર્ધામાં ૧૬૪ વિજેતા બહેનોને પ્રમાણપત્ર અપાયા રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ – ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ'(International Millet Year) નિમિત્તે છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન અને પરંપરાગત ધાન્યના ઉપયોગ માટે જાગૃતતા કેળવવાના હેતુસર આંગણવાડી કાર્યકરો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા સેજા લેવલએ આયોજિત મિલેટ્સ વાનગી(Millets Dishes) સ્પર્ધામાં ૧૨૯૩ કાર્યકરોએ ભાગ લીધો હતો. રાજકોટ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીના નેજા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં સેજા લેવલએ આંગણવાડીઓ ખાતે ગત તા. ૦૧થી ૦૮ જુલાઈ સુધી મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. રાજકોટ તાલુકામાં ૧૪૧, ધોરાજી તાલુકામાં ૧૧૬, જામકંડોરણા તાલુકામાં ૮૭, જેતપુર તાલુકામાં ૧૪૪, કોટડાસાંગાણી તાલુકામાં તથા વિંછીયા તાલુકામાં ૭૪, ગોંડલ તાલુકામાં ૨૫૩, પડધરી તાલુકામાં ૭૦, ઉપલેટા તાલુકામાં ૧૪૨, જસદણ તાલુકામાં ૧૫૧ અને લોધિકા તાલુકામાં ૪૧ મળી કુલ ૧૨૯૩ આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં ભાગ લઈ પરંપરાગત ધાન્યનો ઉપયોગ કરી પોષણયુક્ત વાનગી બનાવી હતી. જે પૈકી ૧૬૪ બહેનો વિજેતા બની હતી. વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારની વિવિધ આંગણવાડીઓ ખાતે સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકાશ્રી, ઘટક કચેરીનો સ્ટાફ, મેડીકલ ઓફિસરશ્રી, મહિલા આરોગ્ય કાર્યકરશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, લાભાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Home loans : RBI અટવાયેલા પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓ માટે ‘ટોપ-અપ’ લોન પર કામ કરી શકે છે..