News Continuous Bureau | Mumbai
ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈ(Mumbai) ની સરાહનીય ઉપલબ્ધિ : કેપ્ટન (ડો.)એ.ડી.માણેક ની તાલીમ અને માર્ગદર્શન હેઠળ ૧૮ વર્ષ ની ઉંમરે પ્લેન ઉડાડનારી પાયલોટ બની સાક્ષી કોચર(Sakshi Kochar). કુશળ પાઇલટોની દેશને અર્પણ કરવામાં કેપ્ટન માણેક સાહેબનું મહત્તમ યોગદાન.
ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈ ની વિધાર્થીની કુમારી સાક્ષી કોચર કોમર્શિયલ પાયલોટ બની છે. હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) પરવાનુ શહેરની વતની સાક્ષી માત્ર ૧૮ વર્ષ ની દેશની પ્રથમ સૌથી નાની ઉંમરમાં પાયલોટ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાક્ષીને તેમનાં ૧૮ માં જન્મદિવસે જ કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું હતું.
ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈ ના સ્થાપક સંચાલક કેપ્ટન (ડો.)એ.ડી.માણેક સાહેબે અત્યાર સુધી ૫૦૦૦ થી પણ વધારે કુશળ પાયલોટ ને તાલીમ આપીને દેશને અર્પણ કર્યા છે. જે દુનિયાભરના દેશોમાં પણ સેવા આપી રહ્યા છે.
૧૮ વર્ષ ની ઉંમરે પાયલોટ બનનાર સાક્ષી કોચરે રાષ્ટ્રીય કક્ષાના ઇન્ડિયા ન્યૂઝ, એન.ડી. ટી.વી., ઝી ટી.વી જેવી ડઝન જેટલી ટી.વી. ન્યૂઝ ચેનલો પર આપેલા ઈન્ટરવ્યુ માં કહિયું હતું કે, મારું પાઇલોટ બનવાનું સ્વપ્ન મારા મેન્ટર (ગુરુ) કેપ્ટન (ડો) એ. ડી. માણેક સાહેબ થકી પૂર્ણ થયું છે. હું ૧૦ વર્ષ ની હતી ત્યારથી ડાન્સ પ્રત્યે લગાવ હતો. ડાન્સ, સંગીત, સ્કેટિંગ જેવા અનેક શોખો હતા. પરંતુ કંઈક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી કે જેનાથી દેશને પણ ગૌરવ પ્રદાન થાય. આ આશય સાથે પાયલોટ બનવાનું નક્કી કરી આકાશમાં ઉડવા કેપ્ટન માણેક સાહેબનો સંપર્ક કર્યો. કેપ્ટન (ડો.) એ.ડી.માણેક સાહેબ એક સારા મોટીવેશનલ સ્પીકર પણ છે.તેમના યું ટ્યુબ પર વિડિયો જોઈને મને પાયલોટ બનવાની પ્રેરણા મળી છે. એક વિડીયોમાં માણેક સાહેબ એક દેશનો સૌથી નાની ઉંમરમાં પાયલોટ બન્યાનો રેકોર્ડ વિશે વાત કરી રહ્યા હતા. આ વિડિયો જોઈને મેં પણ રેકોર્ડ સર્જવાનો નિર્ણય કરી લીધો. જે મેં સાકારિત કર્યો છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ થયાની ખુશી અને ઉત્સાહ સાથે તેણીએ કહયું કે, “ઉડાન હંમેશા મારી પ્રાથમિકતા રહી છે.” મારુ એક સ્વપ્ન સાકાર થયું છે. હું આ અલગ અહેસાસ અનુભવી રહી છુ. હું જે ખુશીઓ અનુભવુ છુ તે બતાવી શકતી નથી. ૧૦ વર્ષ ની ઉંમરે હું ડાન્સર બનવા માંગતી હતી, પરંતુ વર્તમાન ટ્રેનર કેપ્ટન (ડો.)એ.ડી.માણેક નો એક વિડીયોમાં જેણે એમના હેઠળ તાલીમ પામેલ સુરત ની ૧૯ વર્ષીય યુવતી મૈત્રી પટેલ દેશ ની સૌથી નાની ઉંમરમાં કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મેળવવા બદલ પ્રશંસા કરી હતી. આ વિડિયો જોઈને મેં મારી જાતને પડકારવાનું નક્કી કર્યું હતું, આજે રેકોર્ડ બનાવીને એમના મેન્ટર્ (ગુરુ) કેપ્ટન ડો એ.ડી. માણેક સાહેબે આપેલા ગુરુમંત્ર “સફળતા માટે પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી” એ સાબિત કરી બતાવ્યું છે. આવું પાઇલોટ પ્રશિક્ષણ આપી ને કેપ્ટન માણેકે ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Weather Update : આ રાજ્યોમાં 28 જૂન સુધી પડી શકે છે ધોધમાર વરસાદ, IMDએ જારી કર્યું ‘રેડ એલર્ટ’, જુઓ યાદી