ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
મહારાષ્ટ્ર વનવિભાગ અને ઈલા ફાઉન્ડેશન વતી ચલાવાતા પિંગોરી સ્થિત એક ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં આ કરામત કરવામાં યશ મળ્યો છે. ઘણીવાર ઢેલના ઈંડા મળે તો લોકો સહાનુભૂતિની ભાવનામાં લોકો ઈંડા લઈ જઈ ઘરની મરઘીઓ પાસે તે રાખી દે છે. પરંતુ મરઘીઓના ઈંડાની તુલનામાં આ ઈંડા મોટા હોવાથી તે પૂર્ણરુપે હૂંફ મેળવી શકતા નથી. આથી તે નકામા બને છે. જાેકે આવું કરવા પર કાયદાકીય પ્રતિબંધ છે. દરમ્યાન ઉક્ત ફાઉન્ડેશનના નિષ્ણાતોએ ટ્રાન્ઝિટ સેન્ટરમાં ઈન્ક્યુબેટરમાં આ ઈંડા મૂકી તેમાંથી મોરના બચ્ચાંને જન્માવવામાં સફળતા મેળવી છે.
મોરના ઈંડાને ઈન્ક્યુબેટ કરવાનું આ એક અધિકૃત સેન્ટર છે.ઈન્ક્યુબેટરમાં મરધીના ઈંડાને કૃત્રિમ રીતે ગરમાટો આપી તેના બચ્ચાંઓને જન્મ અપાય તે આપણે જાણીએ છીએ. પરંતુ આવા કેન્દ્રમાં પહેલીવાર ઢેલના ઈંડામાંથી મોરના ચાર બચ્ચાંનો જન્મ થયાની ઘટના પૂણેમાં નોંધાઈ છે. જે દેશની પ્રથમ ઘટના છે.
વાહ! કાંદીવલીથી ગોરાઈ માત્ર 36 મિનિટમાં પહોંચી જવાશેઃ MMRDA એ બનાવી આ યોજના, ખર્ચશે 568 કરોડ રૂપિયા