225
Join Our WhatsApp Community
તમિલનાડુમાં ચેન્નાઈ નજીક વંદાલુર સ્થિત આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક ખાતે કોવિડ 19 થી બીજા સિંહનું મોત નીપજ્યું છે.
એએઝેડપીના નાયબ નિયામકે 12 વર્ષીય એશિયાટીક સિંહના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે પાથાબનાથન નામનો સિંહ પ્રાણી સંગ્રહાલયના સફારી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો.
ઝૂમાં કોરોનાને કારણે બે અઠવાડિયામાં આ બીજું મૃત્યુ છે. અગાઉ ચેપને કારણે સિંહણનું મોત નીપજ્યું હતું.
હાલ કોરોનાગ્રસ્ત ત્રણ સિંહોની હાલત ગંભીર છે. પ્રાણી સંગ્રહાલયના પશુચિકિત્સકો અને તમિલનાડુ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાંતો સિંહો વહેલી તકે સ્વસ્થ થઈ શકે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.
You Might Be Interested In