ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
કર્ણાટકના દાંડેલીના કોગીલાબાના ગામમાં એક અનોખુ પણ અણધાર્યું પર્યટક ફરતું જોવા મળ્યું. આ પર્યટક બીજું કોઈ નહીં પણ એક વિશાળ મગર છે, જે ગામમાં ફરીને તેના મૂળ સ્થાને જતા પહેલા ગામના રસ્તા પર મગર ચાલતો જોવા મળે છે. આ મગર રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે. જો કે, બધા જ ઘરોના દરવાજા બંધ છે. હાલ આ ઘટનાને પગલે રહીશોમાં આંચકો અને ભયનો માહોલ છવાયેલો છે.
ગામના લોકોએ આ મામલે વનવિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડી લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડ્યા બાદ તેને નદીમાં છોડી દિધો હતો.
કર્ણાટકના ગામમાં રસ્તા પર આરામથી લટાર મારતો દેખાયો મગર, ગ્રામજનોમાં કૌતુક સાથે ગભરાટ ફેલાયો ; જૂઓ વાયરલ વિડીયો #Karnataka #dandeli #wildlife #crocodile pic.twitter.com/tIoasgIHHa
— news continuous (@NewsContinuous) July 3, 2021