પર્યટન - પ્રકૃતિ - ઈતિહાસ

શું તમે જાણો છો યોગના જનક ગણાતા ઋષિ પતંજલિ કોણ હતા? જાણો તેમની વાર્તા અહીં

Jun, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

સોમવાર

ભારતથી શરૂ થયેલો યોગ આજે સમગ્ર વિશ્વમાં પહોંચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે વિશ્વભરમાં ઊજવવામાં આવી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે તેના જનક કોણ હતા? એવું મનાય છે કે મહર્ષિ પતંજલિ વિશ્વના પ્રથમ યોગગુરુ હતા, જેમણે યોગના 196 સૂત્રો એકત્રિત કર્યાં અને સામાન્ય લોકો માટે તેને સરળ બનાવ્યાં.

જોકેમહર્ષિ પતંજલિના જન્મ સાથે સંબંધિત ઘણી વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ નથી. ઉત્તર પ્રદેશના ગોંડામાં જન્મેલા પતંજલિ બાદમાં કાશી સ્થાયી થયા હતા. પતંજલિ પર કાશીના લોકોને એટલી આસ્થા હતી કે તેમને માનવી માનવાને બદલે તે શેષનાગનો અવતાર માનવામાં આવતા હતા. કેટલાક વિદ્વાનોના જણાવ્યા મુજબપતંજલિએ કાશીમાં પાણિનિ પાસેથી શિક્ષણ લીધું હતું અને બાદમાં તેમના શિષ્યની જેમ ઘણું કામ કર્યું હતું. પતંજલિએ પાણિનિ અષ્ટધ્યાય પર તેમની ટીકા લખી હતી, જેને મહાભાષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

અષ્ટાધ્યાયની ટીકાએ પતંજલિની એકમાત્ર સિદ્ધિ નથી, પરંતુ મોટાભાગે એ યોગ માટે જાણીતા છે. તેમણે યોગસૂત્રો લખ્યાં, જેમાં કુલ 196 યોગમુદ્રાઓ બતાવી છે. પતંજલિ પહેલાં પણ યોગ હતા, પરંતુ તેમણે તેને ધર્મ અને અંધશ્રદ્ધામાંથી કાઢી અને એક જગ્યાએ સૂચિબદ્ધ કર્યા જેથી એ નિષ્ણાતોની મદદથી સામાન્ય લોકો સુધી પહોંચી શકે. પતંજલિએ યોગસૂત્ર અને મહાભાષ્ય આ બે ગ્રંથો લખ્યા છે. યોગને ધ્યાન સાથે પણ જોડવામાં આવે છે. યોગથી શરીરની સાથે માનસિક શક્તિ પણ વધે છે.

મહર્ષિ પતંજલિએ એકલા શરીરના શુદ્ધીકરણ વિશે વાત નહોતી કરી, પરંતુ તેમણે સૌથી વધુ ભાર અષ્ટાંગ યોગ પર મૂક્યો હતો. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સામેલ છે. આ રીતે યોગના ભાગ કરી યોગને સામાન્ય લોકો સુધી પહોંચાડી દીધો.

દિલ્હી મેટ્રો ટ્રેનમાં વાંદરાની મોજ, તેણે જે કર્યું તે જોઈને ચોકી જશો, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે આજે 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. પ્રથમ વખત આ દિવસ 21 જૂન,2015ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવવામાં આવ્યો હતો. આના એક વર્ષ અગાઉ, મોદી સરકારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં યોગ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરી હતી, જેને 193 દેશોમાંથી 175 દેશોએ વિના વિલંબ સ્વીકારી હતી.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )