પર્યટન - પ્રકૃતિ - ઈતિહાસ

ફતેહપુર સિકરીમાં ખોદકામ દરમિયાન મળી આવી જૈન અને હિન્દુ મૂર્તિઓ; જાણો વિગત

Jul, 28 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

વિશ્વ ધરોહર સ્થળોમાંના એક એવા ફતેહપુર સિકરીમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ ખાતાને હિંદુ અને જૈન મૂર્તિઓ મળી આવી છે. મોગલ બાદશાહ અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની તરીકે વિકસાવ્યું હતું. વર્ષો જૂના આ પ્રખ્યાત વ્યાપારી શહેરના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા)માં જણાયું છે કે આ શહેર હિન્દુ અને જૈન શહેર સેક્રિક્યા ઉપર બનાવવામાં આવ્યું છે.

વર્ષ ૧૯૯૯-૨૦૦૦ના સમય દરમિયાન પુરાતત્વ ખાતાએ ચબેલી ટીલાનું ઉત્ખનન કર્યું હતું, ત્યારે તેમને અહીં ૧૦૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની મૂર્તિઓ અને અન્ય પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી. આ ઉત્ખનન દરમિયાન જૈન મૂર્તિઓનો જથ્થો પ્રાપ્ત થયો હતો. આ મૂર્તિઓમાં ભગવાન આદિનાથ, ભગવાન ઋષભનાથ, ભગવાન મહાવીર અને જૈન યક્ષિણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મંદિરનો શિલાન્યાસ પણ તારીખ સાથે મળી આવ્યો છે.

સારા સમાચાર : ગોલ્ડ બૉન્ડમાં થયું અધધધ કરોડ રૂપિયાનું રોકાણ; જાણો વિગત

આ ઉત્ખનન દ્વારા જાણવા મળ્યું છે કે હાલ ભલે આ શહેર અકબર રાજાની રાજધાની તરીકે પ્રખ્યાત હોય, પરંતુ એનો વર્ષો જૂનો હિંદુ ઇતિહાસ પણ છે. મૂર્તિઓ સહિત પથ્થરો, ઓજારો ભીંતચિત્રો પણ સામે આવ્યાં છે. બ્રાહ્મી અને નાગરી લિપિમાં શિલાલેખો પણ મળી આવ્યા છે. અહીંથી મળેલા નવાપાષણ સ્લેટ પરથી ખાતરી થાય છે કે ઇસવીસન પૂર્વે ૧૦૦૦ જૂની છે. આ કલાકૃતિઓને ફતેહપુર સિકરીના એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે પત્રકાર અને લેખક ભાનુ પ્રતાપ સિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આ ઉત્ખનનમાં મળેલા પૂરાવા દ્વારા એ વાત સાબિત થાય છે કે સિકરીનું અસ્તિત્વ અકબરના સમય પહેલાંથી છે અને જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું.જોકે હવે પુરાતત્વ વિભાગે આ ઉત્ખનન અટકાવી દીધું છે. આ વિશે ભાનુ પ્રતાપ સિંહનું માનવું છે કે જો આ ઉત્ખનન હજી કરવામાં આવે તો ચોંકાવનારા ખુલાસા પ્રકાશમાં આવશે જે ઇતિહાસ પણ બદલી શકે છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )