ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
વેદકાળના ફૂલ બ્રહ્મકમળથી હાલમાં બદ્રીનાથ ધામની નીલકંઠ તળેટી છવાઈ ગઈ છે. એથી ત્યાંનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે. શું તમે જાણો છો? આ દુર્લભ અને હિમાલયનાં ફૂલોમાં રાજા તરીકે ઓળખાતું બ્રહ્મકમળ મહત્ત્વનાં ઔષધીય ગુણો ધરાવે છે.
આ ફૂલ સંજીવની બુટ્ટી જેવા જ ગુણધર્મો ધરાવે છે. એનો ઉપયોગ અન્ય ઘણી જડીબુટ્ટીઓ બનાવવામાં થાય છે. ઉધરસ, શરદી, તાવ લિવરની સમસ્યા અને ગુપ્તરોગોની દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી ગયું હોય તો તેને વધારવામાં પણ બ્રહ્મકમળ ઉપયોગી છે. એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી ઘા ભરવામાં, મગજ સંબંધિત રોગોમાં, પ્લેગના ઇલાજમાં, માનસિક રોગો અને હૃદયરોગોની દવામાં ઉપયોગી છે. સાપ ડંખે ત્યારે બ્રહ્મકમળથી સારવાર થાય છે. તે સિવાય પણ ઘણી બીમારીઓની દવામાં બ્રહ્મકમળનો વપરાશ થાય છે.
સૌરાષ્ટ્રના આટલા બધા રસ્તા બંધ. રસ્તા પર નદીઓ વહેતી થઈ. જાણો વિગત.
આ કમળ જ્યાં ખીલે છે એ નીલકંઠ તળેટીમાં ભગવાન શિવજી ચાંદની રાતોમાં તપસ્યા કરતા હોય તેવી આકૃતિ દેખાતી હોવાની લોકોની માન્યતા છે.
કાશ્મીર , મધ્ય નેપાળ, ઉત્તરાખંડમાં ફૂલોની ઘાટીઓમાં, કેદારનાથ-શિવલિંગ ક્ષેત્ર વગેરે ઠેકાણે બહુ સંખ્યામાં બ્રહ્મકમળ ઊગે છે.