
આ ત્રણ ગુણોમાં જીવ મળે છે. આ ત્રણ ગુણને છોડીને બ્રહ્મસંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ.
શરીરમાં તમોગુણ છે તેને રજોગુણથી મારો, દૂર કરો.રજોગુણને સત્ત્વગુણથી મારો એટલે કે નષ્ટ કરો.રજોગુણ કામ અને ક્રોધનો જનક છે. સત્કર્મથી સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ પણ બંધન કરે છે. એમાં પણ થોડા અહંભાવ રહી જાય છે અને છેવટે સત્ત્વગુણને, સત્ત્વગુણથી મારવાનો.સત્ત્વગુણનો પણ ત્યાગ કરીને નિર્ગુણી થવાનું છે.
જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અનસૂયા બને.અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ અસૂયા છે,મત્સર છે. બીજાનુંસારું જોઈ ઈર્ષા કરે-બળે એ જ અસૂયા, મત્સર.
પરદોષનો વિચાર શ્રીકૃષ્ણદર્શનમાં વિઘ્ન કરે છે. બુદ્ધિમાં જ્યાંસુધી અસૂયા, મત્સર હશે ત્યાંસુધી તે ઈશ્વરનુંચિંતન કરશે નહિ. ભગવાનનાં દર્શન સર્વમાં કરવાનાં છે, અને સર્વમાં બ્રહ્મના દર્શન કરે તો જીવ કૃતાર્થ થાય.
જેની બુદ્ધિ અનસૂયા,અસૂયા વિનાની બને એ જ અત્રિ બને. પછી દત્તાત્રેય પધારે. જીવ ત્રણ ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રગટ થાય છે.
પ્રભુ સ્મરણથી બુદ્ધિ જાગૃત થાય છે. અસૂયા ઈશ્ર્વરના માર્ગેજવામાં ખૂબ વિઘ્ન કરનારી છે. અસૂયા જ્ઞાનશક્તિના વિકાસમાં અવરોધક છે, તેથી અસૂયા-કોઈની ઈર્ષા ન કરો. બુદ્ધિ અનસૂયા બને છે, ત્યારે તે ઇશ્વરનુંચિંતન કરી શકે છે.
અનસૂયા મહાન પતિવ્રતા છે. એક વખત દેવર્ષિ નારદજીકૈલાસધામમાં આવ્યા. શંકર સમાધિમાં હતા.પાર્વતીજી પૂજન કરતાં હતાં. પાર્વતી નારદજીને પ્રસાદ આપે છે. નારદજી કહે છે, લાડુ બહુ સુંદર છે. જે તમારા હાથનો પ્રસાદ મળ્યો. પણ અનસૂયાના ઘરનો લાડુ, તમારા લાડુ કરતાં શ્રેષ્ઠ છે. પાર્વતીજી પૂછેછે પણ એ અનસૂયા છે કોણ?નારદજી કહે, તમે પતિવ્રતા છો.પણ અનસૂયા મહાન પતિવ્રતા છે. પાર્વતીના મનમાંઈર્ષ્યા ઉત્પન્ન થઈ. મારાથી અનસૂયા વધે? શંકર સમાધિમાંથી જાગ્યા. પાર્વતી વંદન કરે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૭
ઘરના માણસ બહુ વંદન કરે, સેવા કરે ત્યારે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે. શંકરે પૂછ્યુંદેવી શુંછે? પાર્વતીએ શંકર પાસે માંગણી કરી કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવુંકરો.
શિવજી કહે છે:-બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે. દેવી!તેમાં કલ્યાણ નથી પણ તમારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ.
આ બાજુ નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા અને લક્ષ્મીજીને મળ્યા. તેણે નારદજીને પૂછ્યું કે કેમ આટલા બધા આનંદમાં છો? નારદજી કહે, વૈકુંઠનો મહિમા પહેલાં હતો પણ હવે તો અનસૂયાના આશ્રમ વિના ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. હુંતેના આશ્રમમાંથી આવુંછુંએટલે અતિ આનંદમાં છું. લક્ષ્મીજી પૂછે છે. આ અનસૂયા છે કોણ? નારદજી કહે-એ તો મહાન પતિવ્રતા છે. લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું કે આપ એવું કાંઈક કરો કે જેથી અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય.
પાર્વતી એટલે બુદ્ધિ.બુદ્ધિ વિદ્યામાં મત્સર છે. લક્ષ્મી એટલે દ્રવ્ય, દ્રવ્યમાં ઇર્ષા-અસૂયા રહેલી છે.બ્રહ્માણી એ રજોગુણ છે.
સાવિત્રીજીએ પણ આ પ્રમાણે બ્રહ્માને વિનંતિ કરી.
શંકર,વિષ્ણુ અને બ્રહ્મા, આ ત્રણે દેવો ચિત્રકૂટમાં ભેગા મળ્યા.ત્રણ દેવોઅનસૂયાના આશ્રમમાં આવે છે. ભિક્ષા માંગી કહ્યું, અમે ભિક્ષા માંગીએ છીએ પણ તમે નગ્ન થઈ ને ભિક્ષા આપો તો અમેલઈશું. અનસૂયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતાનો ભંગ થાય, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય એ મહાપાપ છે, મને પાપ લાગે.
પ્રભુ નગ્ન થઈ ભિક્ષા આપે એમ માંગણી કરે છે. એટલે કે વૈષ્ણવ વાસના રહિત થઈ ભિક્ષા આપે.ઇશ્વરને વાસના રહિત થઈ,નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે.
અનસૂયાના મનમાં કોઈ વાસના ન હતી. સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો ત્રણે દેવો આવતા નથી.
અનસૂયાએ ધ્યાન કર્યું અને ત્રણે દેવો ઉપર પાણી છાંટ્યું.