
નીલોત્પલદલશ્યામં શંખચક્રગદાધરમ્ ।।
મા! ચતુર્ભુજ નારાયણ ભગવાનનું તમે ધ્યાન કરો.
ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્યભક્તિમાં પહેલાં ચરણ ઉપર દૃષ્ટિ સ્થિર કરવી પડે છે.
વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભૂલાય છે. ઘ્યાનમાં દેહ અને જગતનું
ભાન ભૂલાય છે. જેમ જેમ સંસારનું વિસ્મરણ થાય છે, તેમ-તેમ પ્રભુ-સ્મરણમાં આનંદ આવે છે.
ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ પામવા ગઈ તે પાછી આવી જ નહિ. પરમાત્મા દરિયા જેવા વ્યાપક છે, વિશાળ છે.
જ્ઞાની પુરુષો પરમાત્માનાં રૂપ સાથે એવા મળી જાય છે કે પછી તે કહી શકતા નથી, કે હું જાણું છું, કે હું જાણતો નથી. ધ્યાન
કરતાં ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું “હું પણુ” ઇશ્વરમાં મળી જાય છે. દેહભાન ભુલાય
ત્યારે જીવ અને શિવ એક થાય છે.
કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે. કેટલાક જ્ઞાનીઓ અભેદભાવથી ધ્યાન કરે છે. પ્રથમ ભેદભાવથી ધ્યાન કરે
છે, પછી અભેદભાવથી અને પછી જીવનું જીવપણું ઇશ્વરમાં મળી જાય છે. જીવનું જીવપણું રહેતું નથી. જેમ ઈયળ ભમરીનું
ચિંતન કરતાં કરતાં ભમરી બને છે, તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્ર્વરમય બને છે. ઈશ્ર્વરનું મિલન થાય તે પછી
જીવભાવ રહેતો નથી.
તુલસીદાસજીએ પણ રામ ચરિત્ર માનસમાં કહ્યું છે:-
સોઈ જાનઈ જેહિ દેહુ જનાઈ ।
જાનત તુમ્હહિ તુમહી હોઈ જાઈ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૦
પણ એને કોણ જાણી શકે? જેના ઉપર તે કૃપા કરે તે જ તેને (ઈશ્વરને) જાણી શકે છે અને તેને જાણ્યા પછી તે
તેજોમય-ઇશ્વરમય બની જાય છે.
ધ્યાન કરનાર જે સ્વરૂપનું ધ્યાન કરે છે, તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં-ધ્યાન કરનારમાં આવે છે.
શંકરાચાર્યના જીવનમાં કથા આવે છે. એક અઘોરી શંકરાચાર્યને મળ્યો તેણે કહ્યું, મારે ભૈરવયજ્ઞ કરવો છે. પૃથ્વીના
સાર્વભોમ રાજાના મસ્તકની આહુતિ ભૈરવયજ્ઞમાં આપવી પડે છે, તે તો મળે તેમ નથી. માટે તમે તમારું મસ્તક મને આપો. તમે
કહો છો, આત્મા-પરમાત્માથી દેહ જુદો છે. દેહ આપવાથી તમે મરવાના નથી તો તમારુ મસ્તક મને આપો.
શંકરાચાર્યે કહ્યું:-મારા શરીરના મસ્તકથી તારું કામ થતું હોય તો લઈ જા.
દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર છે.
શિષ્યો ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મસ્તક લઈ જજે.
મઠમાં કોઈ નથી એમ જાણ્યું. કાપાલિક મસ્તક કાપીને લઈ જવા આવ્યો.
ભગવાન શંકરના શિષ્ય પદ્મપાદ હતા. તેઓ નૃસિંહસ્વામીના ભક્ત હતા. પદ્મપાદને ગંગા કિનારે અનેક અપશુકન થાય
છે. તે દોડતા પાછા મઠમાં આવ્યા. જોયું તો કાપાલિક તલવાર લઈને ગુરુદેવનું માંથુ કાપવા તૈયાર થયો છે. પદ્મપાદને એક્દમ
ક્રોધ આવ્યો. સિંહ બની તેણે યવનને ચીરી નાંખ્યો.
આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્યશક્તિ આવે છે, નૃસિંહસ્વામીનું ધ્યાન કરતાં કરતાં પદ્મપાદના દેહમાં
નૃસિંહનો આવેશ આવ્યો છે.
શુકદેવજી વર્ણન કરે છે:-મદિરા પીનાર મદાંધને દેહનું ભાન રહેતું નથી, તેમ ધ્યાન કરતાં, જે દેહભાન ભૂલે છે, તેની
પાછળ પાછળ ભગવાન ભમે છે. પ્રભુ પ્રેમમાં જે પાગલ થયો છે, તે સુખી છે. બાકીના સર્વ દુ:ખી છે.
ભગવાન વિના બીજ઼ું કાંઇ નથી. હું જોનારો પણ ભગવતરૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે એવી તન્મયતા થાય
તો ભક્તિ સુલભ છે.
માતા! આ સર્વ કરતાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે, તે સર્વથી શ્રેષ્ઠ છે. ભગવતભક્તો પ્રારબ્ધકર્મને મિથ્યા
કરી શકે છે. એટલે તેઓ શ્રેષ્ઠ છે.
પ્રેમ અન્યોન્ય છે, તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં.
નારદજી એક વાર વૈકુંઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયાં પણ ભગવાન ન દેખાયા, શોધતાં શોધતાં ભગવાનને છેવટે
ધ્યાનમાં બેઠેલા જોયા. નારદ પૂછે છે:- તમે કોનું ધ્યાન કરો છો?
ભગવાન કહે:- હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. ભગવાન પોતાના લાડીલા ભક્તોનું ધ્યાન કરે છે.