
નારદજી પૂછે છે:- મહારાજ! આ વૈષ્ણવો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, કે જેથી તમે તેમનું ધ્યાન કરો છો!
ભગવાન કહે:-હા, તેઓ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે.
નારદ કહે:- તે સિદ્ધ કરી આપો.
ભગવાન પૂછે છે:-જગતમાં મોટામાં મોટું કોણ?
નારદ કહે:-પૃથ્વી.
ભગવાન કહે:- પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફણા ઉપર રહેલી છે.
નારદજી:-તો શેષનાગ મોટા.
ભગવાન કહે:-અરે, એ શેષનાગ શાના મોટા? શેષ કૈસે બડા, વહ તો શંકરજી કે હાથકા કડા હૈ.
તો શેષ કરતાં શિવજી મહાન થયા. અરે તેનાથી રાવણ જબરો, કે જેણે કૈલાસને ઉઠાવ્યો. ત્યારે રાવણ મોટો? અરે,
રાવણ શાનો મોટો? વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો. માટે વાલી મોટો? વાલી શાનો મોટો? વાલીને રામજીએ
મારેલો. ત્યારે આપ સર્વથી શ્રેષ્ઠ છો?
ભગવાન કહે છે:-ના, હું પણ શ્રેષ્ઠ નથી, મારા કરતાં મારા ભક્તો શ્રેષ્ઠ છે. કારણ આખું જગત મારા હૈયામાં, પણ હું
ભક્તોના હૈયામાં, જગત મારા હૈયામાં છે. પરંતુ મને હૈયામાં રાખીને જે ભકતો વ્યવહાર કરે છે, એવા જ્ઞાની ભક્તો મારાથી શ્રેષ્ઠ
છે. સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનના ભકતો ભગવાનથી પણ વધે છે. રામ તે અધિક રામકરદાસા ।
મારા નિષ્કામ ભક્તો, કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તેઓ
રાખતા નથી.
સાલોક્યસાર્ષ્ટિ સામીપ્યસારુપ્યૈકત્વમપ્યુત ।
દીયમાનં ન ગૃહ્ણન્તિ વિના મત્સેવનં જના: ।।
એવા નિષ્કામ ભક્તો મારી સેવા સિવાય આપીએ તો પણ સાલોકય સાર્ષ્ટિ, સામીપ્ય સારૂપ્ય અને સાયુજ્ય મુકિતઓને
લેતા નથી.
નરસિંહ મહેતાએ પણ ગાયું છે:-
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૧
હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મોજનમ અવતાર રે.
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ,નીરખવા નંદકુમાર રે
ધન્ય વૃંદાવન, ધન્ય એ લાલા, ધન્ય આ વ્રજના વાસી રે.
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે.
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહિ રે.
મારા ભક્તો મારાં પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પામે છે, ત્યારે દેહગેહમાં આસક્ત પુરુષ અધોગતિને પામે છે.
મા! વધુ શું કહું? ઇશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ નથી.
મા! વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે. પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન
વારંવાર ચિંતન કરે છે. ભગવાનનું ચિંતન ન થાય તો વાંધો નહિ પણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહિ. વૃદ્ધાવસ્થામાં દુ:ખ
ભોગવવું પડે છે. કોઈ સેવા કરતું નથી.
તમારા માતાપિતાની સેવા તમે કરશો તો વૃદ્ધાવસ્થામાં તમારાં બાળકો તમારી સેવા કરશે. માતા-પિતા, ગુરુ, અતિથિ
અને સૂર્ય એ ચાર આ સંસારમાં પ્રત્યક્ષ દેવ છે. તેમની સેવા કરજો.
વૃદ્ધાવસ્થામાં પૈસા ન હોય તો કૂતરા જેવી, મનુષ્યની દશા થાય છે. ગૃહપાલ ઈવાહરન્ વૃદ્ધાવસ્થામાં ડોસો દુ:ખી થાય છે,
પણ મમતા છોડતો નથી. બીજાને સુખી કરશો તો તમે સુખી થશો.
વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં, મન અને જીભ જુવાન રહે છે. ખાધેલું પચતું નથી છતાં ખાવાની વારંવાર ઈચ્છા
થાય છે. વૃદ્ધાવસ્થામાં આ લૂલી બહુ પજવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે. શરીર સ્વસ્થ છે ત્યાં સુધી બાજી હાથમાં છે.
ત્યાં સુધીમાં પ્રભુને રાજી કરો તો બેડો પાર છે. પથારીમાં ડોસો પડયો છે. પથારીમાં મળમૂત્ર થાય છે, કેટલાક પાપી પુરુષોને
નરકયાતના આ લોકમાં જ ભોગવવી પડે છે. મરતાં પહેલાં છ મહિના અગાઉ યમદૂત સ્વપ્નમાં દેખાય છે. વૃદ્ધાવસ્થામાં અતિ
પાપીને યમદૂત દેખાય છે. મરણ પથારીમાં પડયા પછી, જેના માટે પૈસાનું પાણી કર્યું તે લોકો જ જલદી મરે તેવી ઇચ્છા રાખે છે.
આપ્તવર્ગ પણ મને કંઈ આપશે એ ઈચ્છાથી સેવા કરે છે. બધા સ્વાર્થનાં સગાં ભેગાં થાય છે. ભાગવતમાં સગાઓને શિયાળ-કૂતરા
જેવાં કહ્યાં છે. આ છોકરીઓ લાલચુડી હોય છે. બાપાની ખરાબ તબિયતના સમાચાર સાંભળી દોડતી આવે છે. બાપા, હું તમારી
મણિ, મને ન ઓળખી? પણ આ મણિબહેનનું કાંઈ અજવાળું પડતું નથી. ડોસો એકલો રડતો રડતો જાય છે. જાણે છે કે હું જઈશ
ત્યારે કોઈ સ્ત્રી-પુત્ર સાથે આવશે નહિ. મારે એકલાએ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી. યમદૂતો આ જીવાત્માને શરીરમાંથી
બહાર કાઢે છે. અંતકાળમાં બે યમદૂતો આવે છે-પાપપુરુષ અને પુણ્યપુરુષ,