
મહાભારતના કર્ણપર્વ અને દ્રોણપર્વમાં આ વિષયનાં દૃષ્ટાંતો છે.
કર્ણપર્વમાં કહ્યુંછે કે કર્ણજે વખતે રથનું પૈડુંખાડામાંથી કાઢતો હતો અને નિઃશસ્ત્ર હતો તે વખતે ભગવાને અર્જુનને કહ્યુંકે તુંઆ કર્ણને માર.
કર્ણકહે છે:-યુદ્ધશાસ્ત્રનો નિયમ છે કે, શત્રુ જ્યારે નિઃશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો, માટે અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ.
ભગવાન કર્ણને કહે છે:-કર્ણ!તેં આજ સુધી ધર્મનું કેટલું પાલનકર્યું છે? તેંધર્મનુંપાલન કર્યું નથી અને બીજાને ધર્મનુંપાલન કરવા ઉપદેશ આપે છે? ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું, ત્યારે તારુંધર્મનું જ્ઞાન કયાં ગયું હતું?
તે જ પ્રમાણે દ્રોણપર્વમાં કથા આવે છે. દ્રોણાચાર્ય પાંડવસેનાનો કચ્ચરઘાણ વાળે છે. શ્રીકૃષ્ણેવિચાર્યું, આ ડોસોનહિ મરે તો અનર્થ થશે, તેવામાં અશ્વત્થામા નામનો હાથી મરાયો. શ્રીકૃષ્ણે વિચાર્યું, જોદ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્રશોકને કારણે તે યુદ્ધ બંધ કરશે.અશ્વત્થામામરાયો તેમ કહેવામાં આવે છે. દ્રોણાચાર્ય વિચારે છે.છોકરો મરી ગયો હવે મારે લડવાની શી જરૂર છે? પણ હા, ધર્મરાજા કહે કે અશ્વત્થામા મરાયો તો હુંસાચુંમાનું, યુધિષ્ઠિરને ભગવાન કહે છે,બોલો અશ્વત્થામા મરાયો. યુધિષ્ઠિર કહે છે, મારા ગુરુએ મને આજ્ઞા કરી છે.સત્યંવદ, ધર્મચર; રાજ્યના માટે મારાથી અસત્ય કેમ બોલાય?
ભગવાન કહેઃદુર્યોધન પાપી છે.તે મરશે તો સુખી થશે અને જીવશે તો વધારે પાપ કરશે અને દુ:ખી થશે. સર્વનું કલ્યાણ થાય તે સત્ય. દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઇ, અધર્મીદુર્યોધનને મદદ કરે છે. દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યાછે, પાપ કરી રહ્યા છે. દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય.માટે કહું છું બોલો અશ્ર્વત્થામા હત।ભગવાનના આગ્રહથી બોલવુંપડયું કે અશ્ર્વત્થામા હત।પણ ખોટુ બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા નરો વા કુંજરોવા પણ આ છેલ્લા શબ્દો કોઇને સંભળાયા નહિ.
દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ ધર્મ શિવજીપ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મરૂપ બન્યો, દક્ષને મારનારો થયો અને શ્રીકૃષ્ણને અસત્ય ભાષણરૂપઅધર્મ પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાયો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૬
સત્કર્મ કરતાં શુદ્ધ ભાવ રાખો, ભગવદ્ભાવ રાખો,હ્રદય શુદ્ધ રાખો.શુદ્ધ ભાવ રાખો એ મોટામાં મોટું તપ છે. તેથી તો સર્વેષામ અવિરોધેન બ્રહ્મકર્મ સમારભે । મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત કરવાની હોય છે. સર્વમાં સદ્ભાવ રાખો. સર્વનેસદ્ભાવથી નિહાળજો.સદ્ભાવ વિનાનુંસત્કર્મ ફળે નહી.
મૈત્રેયજી કહે છે-મનુ મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી, આકૂતિ, દેવહૂતિ અનેપ્રસૂતિ.આકૃતિનુંલગ્ન રુચિ પ્રજાપતિની સાથે થયેલું. દેવહુતિનુંલગ્ન કર્દમ સાથે થયેલું, તેમને નવ કન્યાઓ થયેલી,તે નવ બ્રહ્મર્ષિઓને પરણાવેલી.પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથેથયેલું. આ સઘળી કથા મેંતમને કહી છે. હવે આ કર્દમની કન્યાઓના વંશનુંવર્ણન કરું છું. મરીચિ અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્રો થયેલા.અત્રિની પત્ની અનસુયાને દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પુત્રો જન્મ્યા, તે અનુક્રમે વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન થયેલા.
વિદુરજી પૂછે છે:-આ સર્વ શ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શુંકરવાની ઇચ્છાથી અવતાર લીધા હતા તે કથા કહો.
મૈત્રીયજી કહે છે:-દત્તાત્રેય અત્રિના ઘરે આવે છે. પુરુષ અત્રિ જેવા તપસ્વી બને અને સ્ત્રી અનસૂયા જેવી તપસ્વિની બને.તો આજ પણ દત્તાત્રેય પધારવા તૈયાર છે.
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૌગુણ્યો ભવાર્જુન ।
નિર્દ્વન્દ્વોનિત્યસત્ત્વસ્થોનિર્યોગક્ષેમઆત્મવાન્।।ગી.અ.૨.શ્ર્લો.૪૫.
નત્રિ તે અત્રિ, સત્ત્વ, રજ, તમ એ ત્રિગુણનો નાશ કરી નિર્ગુણીબને તે અત્રિ.સત્ત્વ, રજ, તમ આ ત્રણ ગુણોમાં જીવ મળી ગયો છે. આ ત્રણ ગુણોથી જીવને અલગ થવાનું છે.
તર્જની આંગળી જીવભાવ બતાવે છે, અભિમાન બતાવે છે. જીવમાં અભિમાન પ્રધાન છે. ટચલીઆંગળી સત્ત્વગુણ છે. અંગૂઠો એ બ્રહ્મ છે. વેદમાં બ્રહ્મને નેતિ કહીને વર્ણવવામાં આવ્યો છે. આ જીવ અને બ્રહ્મનો સંબંધ સતત થવો જોઇએ.