
જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે, પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં કે સાંભળવામાં આવે તો
અને કથામાં જગતની વિસ્મૃતિ થાય તો.
ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે.
વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યમાં ભરી દીધા છે.
છઠ્ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો તે દિવ્ય બને છે, સત્કર્મને કાળનો નિયમ નથી.
સત્યનારાયણની કથામાં પણ કહ્યું છે કે યસ્મિન્ કસ્મિન્ દિને । છેવટે કથા કરો.
સત્કાર્ય તરત કરવું. એને ક્યારે મુલતવી રાખવું નહિ. ધર્મરાજા પાસે એક યાચક દાન માંગવા આવ્યો, ધર્મરાજાએ તેને બીજે
દિવસે આવવા કહ્યું. આ વાત ભીમસેને સાંભળી એટલે તરત તે વિજય દુંદુંભિ વગાડવા લાગ્યો. બધાને લાંગ્યું કે આ ભીમસેનનું
ખસી તો નથી ગયું ને? આ વિજય દુંદુંભિ તો વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું. વિજય દુંદુંભિ
કેમ વગાડે છે? ભીમે જણાવ્યું આજે મોટાભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મોટાભાઇ ધર્મરાજાને ખબર પડી ગઇ કે પોતે
આવતી કાલ સુધી જીવવાના જ છે, તેઓએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી તેના આનંદમાં આ દુંદુંભિ વાગે છે. ધર્મરાજાને
પોતાની ભૂલ સમજાઇ, ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ યાચકને તુર્ત પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું. માટે
સત્કાર્ય તુરંત કરો.
ભાગવત એ ભવરોગની દવા છે. જીવમાત્રને રોગ થયો છે. જીવને ઇશ્ર્વરનો વિયોગ એ મોટોમાં મોટો રોગ. તે રોગના નાશ
માટે ભાગવતનો આશ્રય કરો. શ્રીકૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાની દવા આ ભાગવતશાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાળવી
જોઇએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઇએ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૫
શુભ મુહૂર્તે કથાનો આરંભ કરવો જોઈએ. વકતાના લક્ષણો બતાવ્યાં, વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. શુકદેવજી
પણ જગતને જોતા હતા પણ નિર્વિકાર હતા. આપણે જગતને જોઈએ છીએ ત્યારે આંખમાં વિકાર હોય છે, શુકદેવજી બ્રહ્મદ્દષ્ટિ
રાખતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવદ્ભાવથી જોતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવદ્ભાવથી જુઓ. સૂતજી સાવધાન કરે છે. વૈરાગ્ય
એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં નહીં જાય તે વૈરાગ્ય.
જગતને છોડવાની જરૂર નથી પરંતુ જગતને કામદ્દષ્ટિથી જુઓ છો, તે છોડવાની જરૂર છે. જગતને કામદ્દષ્ટિથી,
ભોગદ્દષ્ટિથી ન જુઓ. દોષદ્દષ્ટિ હોય ત્યાં સુધી દેવદ્દષ્ટિ થતી નથી.
ઉપદેશ આપનાર બ્રાહ્મણ સુપાત્ર હોવો જોઇએ. વકતા ધીર ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંતકુશલ હોવા જોઇએ. છેલ્લું લક્ષણ
બતાવ્યું છે કે વકતા અતિનિઃસ્પૃહ હોવો જોઈએ દ્રવ્યનો મોહ છૂટે છે પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે. જે
મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય તે ભક્તિ કરી શકતો નથી.
કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાવ. કથામાં આવીને ઘર દુકાનનો વિચાર કરે તેનું મન બગડે છે. કથા મંડપમાં
બીજા વિચાર કરવા નહિ. સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસો. વકતા-શ્રોતા મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી
બ્રહ્મચર્ય પાળે, ઊર્ધ્વરેતા થયા વગર મન સ્થિર થતું નથી. ઊર્ધ્વરેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય
થાય છે. વકતા શ્રોતા ક્રોધ ન કરે, વિધિપૂર્વક કથાશ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથાશ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતા
નથી. તેઓ વૈકુંઠમાં જાય છે.