
કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે.
યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો, પ્રેમલક્ષણા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિનો ભેદ
રહેતો નથી. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે.
મર્યાદા ભક્તિ પહેલાં આવે છે. તે પછી પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એ સાધન છે તેથી આરંભમાં આવે છે, પુષ્ટિભક્તિ
એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભાગવતમાં નવમા સ્કંધ સુધી સાધન ભક્તિનું વર્ણન છે. દશમા સ્કંધમાં સાધ્ય ભક્તિનું
વર્ણન છે. સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે, પુષ્ટિભક્તિ ભગવાનને બાંધે છે. તેની કથા ભાગવતમાં છેવટે આવે છે. દરેક વ્યવહારને,
ભક્તિરૂપ બનાવે તે પુષ્ટિ ભક્તિ છે.
ભક્તિમાર્ગમાં ભગવદ્ વિયોગ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે
પ્રભુના વિરહમાં બળે છે. દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીનું હ્રદય ભરાયું. ઝંખના છે ચોવીશ કલાક હું શ્રીકૃષ્ણને
નિહાળ્યા કરું. મારા શ્રીકૃષ્ણ મારાથી દૂર ન જાય, જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો, ત્યાં કુંતાજી આવ્યાં. રસ્તામાં હાથ
જોડીને ઊભાં છે. પ્રભુએ દારુક સારથિને રથ ઉભો રાખવા કહ્યું. અને બોલ્યા, ફઇબા! અત્રે માર્ગમાં કેમ ઉભાં છો? કુંતાજીને જોઈ
પ્રભુ રથમાંથી ઊતર્યા. કુંતાજી વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલાં પાપોને યાદ કરો. હ્રદય દીન
બનશે.
નમસ્યે પુરુષં ત્વાऽऽધમીશ્ર્વરં પ્રકૃતે: પરમ્ ।
અલક્ષ્યં સર્વભૂતાનામન્તર્બહિર વસ્થિતમ્ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૧
સૂતજી વર્ણન કરે છે, રોજનો નિયમ કે ભગવાન કુંતાને પ્રણામ કરે છે, ત્યારે આજે કુંતાએ ભગવાનને વંદન કર્યાં છે.
પ્રભુ કહે છે, તમે આ શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો તે ન શોભે. કુંતાજી કહે છે, આજદિન સુધી
માનતી હતી કે તમે મારા ભાઇના પુત્ર છો. આજે સમજાયું કે આપ ઈશ્ર્વર છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે. તમે સર્વના પિતા
છો. કુંતાની દાસ્યમિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. હનુમાનજીની દાસ્યભક્તિ છે. દાસ્યભક્તિના આચાર્ય હનુમાનજી છે. દાસ્યભાવથી
હ્રદય દીન બને છે. મારા ધણીના સામું જોવાની મારી હિંમત થતી નથી. હું તો તેમનો નોકર છું. દાસ્યભક્તિમાં ચરણો ઉંપર નજર
સ્થિર કરવી પડે છે. ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. વાત્સલ્યભાવે કૃષ્ણના મુખને નિહાળે છે. મારા ભાઈનો દીકરો એટલે
વાત્સલ્ય ભાવ, મારા ભગવાન છે, એટલે દાસ્યભાવ છે. ચરણ જોવાથી તૃપ્તિ થતી નથી એટલે મુખ તરફ જુએ છે. કુંતાજી
ભગવાનની સ્તુતિ કરે છે.
નમ: પઙ્કજનાભાય નમ: પઙ્કજમાલિને । નમ: પઙ્કજનેત્રાય નમસ્તે પઙ્કજાઙ્ઘ્રયે ।।
જેમની નાભિમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમનાં નેત્રો
કમળ સમાન વિશાળ અને કોમળ છે. જેમનાં ચરણકમળોમાં કમળનું ચિન્હ છે, એવા હે શ્રીકૃષ્ણ આપને વારંવાર નમન કરું છું.
ભગવાનની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી. સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલાં. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુ:ખમાં પણ સ્તુતિ
કરવી અને અંતકાળે પણ સ્તુતિ કરવી. અર્જુન દુ:ખમાં સ્તુતિ કરે છે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે. અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે
છે. સુખાવસાને, દુ:ખાવસાને, દેહાવસાને સ્તુતિ કરવી.
કુંતાજી કહે છે:-પ્રભુએ અમને સુખી કર્યાં છે. અમને કેવાં કેવાં દુ:ખમાંથી ઉગાર્યાં છે. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે
છે. કુંતાજી પ્રભુના ઉપકાર ભૂલ્યાં નથી. ત્યારે અતિ સુખમાં મનુષ્ય દુ:ખના દિવસો ભૂલી જાય છે. હું વિધવા થઈ. મારાં બાળકો
નાનાં હતાં ત્યારે નાથ, તમે જ મારું રક્ષણ કર્યું હતું. જીવમાત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે. પણ જીવ એ ઉપકાર ભૂલી
જાય છે.