
જીવમાત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે. પણ જીવ એ ઉપકાર ભૂલી
જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ આપણે માંદગી માંથી બચીએ, ત્યારે અમુક દવાથી સારું થયું એમ માનીએ
છીએ. અમુક ડોકટરે બચાવ્યો એમ માનીએ છીએ પણ ભગવાને બચાવ્યો તેમ માનતા નથી. ભગવાનનો ઉપકાર માનતા નથી.
વિચાર કરો ડોકટરની દવામાં કે ઈંજેકશનમાં બચાવવાની શકિત છે? ના, ના, બચાવનારો કોઈ જુદો છે. ડોકટરમાં બચાવવાની
શક્તિ હોય તો ડોકટરના ઘરે કોઈ દિવસ છેલ્લો વરધોડો નીકળે જ નહિ.
જળ વિના નદી શોભે નહિ. પ્રાણ વગર શરીર શોભે નહિ. કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહિ. તેમ
આપ વિના પાંડવો શોભે નહિ. નાથ, આપને લીધે અમે સુખી છીએ.
ગોપીઓ પણ ગોપીગીતમાં ભગવાનના ઉપકારનું સ્મરણ કરે છે. ગોપીઓ કહે છે:-વિષજલાપ્યયાદ્ વ્યાલરાક્ષસાદ્
વર્ષમારુતાદ્ વૈદ્યુતાનલાત્ યમુનાજીનાં વિષમય જળથી થનાર મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા,
આંધી, વીજળી, દાવાનળથી આપે અમારું રક્ષણ કર્યું છે.
સંસારમાં વાસનાનું ઝેર વારંવાર બાળે છે.
કુંતાજી યાદ કરે છે:-દુર્યોધને મારા ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે તેને આપે ઉગાર્યો હતો. લાક્ષાગૃહમાં અમારી
લાજ રાખી હતી, આપના ઉપકારો અનંત છે. તેનો બદલો વાળી શકાય તેમ નથી.
મારી દ્રૌપદીને દુ:શાસન સભામાં લઈ ગયો. તે વખતે દુર્યોધને કહ્યું:-દ્રૌપદી આપણી દાસી થઈ છે. તેને નિર્વસ્ત્ર કરો.
દુ:શાસન સાડી ખેંચવા લાગ્યો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૨
પણ ભગવાન જેને ઢાંકે તેને કોણ ઉઘાડું કરી શકે? દુ:શાસન થાકયો,લોકો આશ્ર્ચર્યમાં પડયા.
સાડી બીચ નારી હૈ કિ નારી બીચ સાડી હૈ । સાડી હી નારી હૈ કિ નારી કી હી સાડી હૈ ।।
જીવ, ઈશ્વરને કાંઈ આપી શકે નહિ. જગતનું સર્વ ઈશ્વરનું છે. ભગવાન કહે છે, મારું છે, તે મને આપે છે તેમાં શું ધાડ
મારી? રોજ ત્રણ વખત પ્રાર્થના કરો. નાથ, હું તમારો છું. તમારા મારા ઉપર અનંત ઉપકાર છે. કુંતાજી કહે છે, આપના ઉપકારનો
બદલો હું શું વાળી શકું? હું તો આપનાં ચરણમાં વારંવાર વંદન કરું છું.
નાથ, અમારો ત્યાગ ન કરો. તમે દ્વારકા પધારો છો, પણ મને એક વરદાન માંગવાની ઈચ્છા છે. આપો અને પછી જાવ.
કુંતાજીએ માંગ્યું, તેવું કાઇએ દુનિયામાં માંગ્યું નથી અને માંગશે નહિ.
વિપદ: સન્તુ ન: શશ્ર્વત્તત્ર તત્ર જગદ્ગુરો । ભવતો દર્શનં યત્સ્યાદપુનર્ભવદર્શનમ્ ।।
હે જગતના ગુર્, અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહો. કારણ કે વિપત્તિઓમાં જ
નિશ્ચિતરૂપથી આપનાં દર્શન થયાં કરે છે, અને આપનાં દર્શન થાય છે. પછી જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવું પડતું નથી.
દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય
છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે.
વિપત્તિ એ સાચી વિપત્તિ નથી, અને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ અને
નારાયણનું સ્મરણ કાયમ રહે એ સાચી સંપત્તિ છે.
મનુષ્યને પ્રભુ વિના ચેન પડે છે, તેનું કારણ એ છે કે ભક્તિરસને તે સમજ્યો નથી.
કુંતાએ માંગ્યું છે:-નાથ, મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે, તેવું વરદાન આપો.
શ્રીકૃષ્ણ કહે છે:-તમે આ શું માંગો છો? તમે સાનભાન ભૂલ્યા તો નથી ને? આજ દિન સુધી દુઃખના અનેક પ્રસંગો
આવ્યા છે. હવે સુખનો વારો આવ્યો છે. હજુ દુ:ખ ભોગવવાની હોંશ છે?
સર્વ પ્રકારનું જેનું અભિમાન છૂટે છે, જે દીન બને છે, તે ભગવાનને વહાલો લાગે છે, કુંતાજી દીન બન્યાં છે. નાથ, હું જે
માંગુ છું તે યોગ્ય છે. દુ:ખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માને શરણે જવાની ઈચ્છા
થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ તો સુખ છે. તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી તેને
હું સંપત્તિ માનું છું.