
એટલે તમારાં સતત દર્શન કરવા માટે,સામા પક્ષમાં જઇ ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો, તમારા સ્વરૂપનાં દર્શન મને બરાબર ન થાત. કૌરવ પક્ષમાં રહું, તો
તમારી સામે ઊભા રહીને લડવું પડે એટલે તમારાં દર્શનનો પૂર્ણ લાભ મળે.
ત્રિભુવનકમનં તમાલવર્ણં રવિકરગૌરવરામ્બરં દધાને ।
વપુરલકકુલાવૃતાનનાબ્જં વિજયસખે રતિરસ્તુ મેऽનવધા ।।
ભીષ્મ સ્તુતિ કરે છે:- જેમનું શરીર ત્રિભુવન સુંદર અને નીલા તમાલ જેવા નીલવર્ણ નું છે. જેના ઉપર સૂર્યકિરણો
સમાન શ્રેષ્ઠ પીતાંબર ફરફરી રહ્યું છે, અને મુખ ઉપર ક્મળ સમાન ગૂંચવાએલી લટો લટકી રહી છે, એવા અર્જુનસખા શ્રીકૃષ્ણમાં
મારી નિષ્કપટ પ્રીતિ થાવ. પાર્થ સખે રતિર્મંમાસ્તુ ।
એવા પાર્થસારથીને રોજ નિહાળો. મારા ઇન્દ્રિયોરૂપી ઘોડા, હે નાથ, હું આપને સોપું છું. શરીર રથ છે,ઇન્દ્રિયો ઘોડા છે.
મારી નિષ્કામ બુદ્ધિ અને મન આપને અર્પણ કરું છું. મન આપવા લાયક એક ભગવાન જ છે. જીવ ત્યારે જગતમાં કોઇ સ્ત્રીને તો
કોઇ પુરુષને મન આપે છે. ભગવાન કહે છે, ધન વગેરે નહિ પણ તમારું મન મને આપો.
ભગવાન વિચાર કરવા લાગ્યા, ડોસો ચતુર છે, કેવું સરસ બોલે છે?
આ જીવ ઠાકોરજીને કાંઈક અર્પણ કરે છે, ત્યારે ઠાકોરજીને સંકોચ થાય છે.
મને યુદ્ધના સમયની એમની એ વિલક્ષણ છબી યાદ આવે છે. તેઓના મુખ ઉપર લહેરાતી વાળની લટો ઘોડાઓના
પગથી ઊડતી, ધૂળથી મેલી થઈ ગઈ હતી અને પસીનાનાં નાનાં નાનાં બિદુંઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે હું,
તેમની ચામડીને વીંધી રહ્યો હતો. એવા સુંદર કવચધારી શ્રીકૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાય.
પ્રભુને પ્રાર્થના કરો કે, મારા શરીર રથ ઉપર આપ બિરાજો. શરીર રથમાં દ્વારકાનાથ બિરાજેલા છે તેવી ભાવના કરો.
મારા ઈન્દ્રિયોરૂપી ઘોડાઓ, કાબૂ બહાર જાય તો તેને અટકાવજો. મેં મારા શરીરરથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી
ઇન્દ્રિયોને કબજે રાખો. મારો રથ સહિસલામત પાર ઉતારો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું જ મરણ સુધરે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૭
હે નાથ, જગતમાં તમે મારી કેટલી પ્રતિષ્ઠા વધારી? મને કેટલું માન આપ્યું? મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી
પ્રતિજ્ઞા જતી કરી. સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞામૃતમધિકર્તુમ્ ।
શ્રીકૃષ્ણે મહાભારત યુદ્ધમાં કોઈ અસ્ત્રસશસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા કરેલી. ભીષ્મે કહેલું હું ગંગાજીનો પુત્ર છું. હું એવુ લડીશ
કે શ્રીકૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે. હું શ્રીકૃષ્ણ પાસે શસ્ત્ર લેવડાવીશ. ભીષ્મનાં બાણોથી અર્જુનને મૂર્છા આવી છે. અર્જુન
મૂર્છામાં છે. છતાં ભીષ્મ બાણ મારે છે. શ્રીકૃષ્ણે વિચાર્યું, આ ડોસો, મારા અર્જુનને મારી નાખશે તો અનર્થ થશે, મારી પ્રતિજ્ઞા ગઈ
ખાડામાં. ભગવાન રથ ઉપરથી કૂદી પડયા છે. જેમ સિંહ દોડતો જાય તેમ, શ્રીકૃષ્ણ હાથમાં રથનું પૈંડુ લઈ ભીષ્મ તરફ દોડયા.
ભીષ્મે તે વખતે નમન કર્યું, ભગવાનનો જયજયકાર કર્યો. ભગવાન કેવા દયાળુ છે. ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા, તે પોતાની
પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજીની આ લીલા છે. ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે. મારી હાર પણ મારા ભક્તોની જીત, ભીષ્મ
કહે છે મારી પ્રતિજ્ઞા પણ સાચી અને શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા પણ સાચી છે. તે વખતે તમારાં બે સ્વરૂપો મને દેખાયાં હતાં. એક સ્વરૂપે
રથમાં બિરાજયા છે અને એક સ્વરૂપે રથ ઉપરથી કૂદી પડયા છે.
અર્જુન મૂર્છામાં છે. આ ઘોડાઓ રથને ખાડામાં લઈ જશે તો અર્જુનનું શું થશે? તેથી એક સ્વરૂપે રથમાં રહ્યા છે. જે સ્વરૂપે
રથમાં હતા તે સ્વરૂપે અસ્ત્ર શસ્ત્ર લીધું નથી.
ભીષ્મ એટલે ભયંકર. ભયંકર કોણ? મન એ ભયંકર છે.
ભીષ્મ એટલે મન. અર્જુન એ જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ-વિકલ્પ ખૂબ કરે છે. મન સંકલ્પ-
વિકલ્પરૂપી બાણ મારે છે. એટલે જીવ-અર્જુન ઘાયલ થાય છે. ત્યારે તેને મૂર્છા આવે છે. ઇશ્વર જયારે મનને મારવા જાય છે,
ત્યારે મન કાબૂમાં આવે છે. ભગવાન સુદર્શન ચક્ર લઈને મનને મારવા જાય છે, ત્યારે મન કાબૂમાં આવે છે. મન શાંત થાય છે. આ
જીવ પરમાત્માને શરણે જાય, ત્યારે પરમાત્મા આ મનને શાંત કરે છે. મન સંકલ્પ,વિકલ્પ ન કરે તો તે આત્મસ્વરૂપમાં મળી જાય
છે, ત્યારે જીવને શાંતિ મળે છે.