
સ્કંધ બીજો
સત્ એ પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદ્ગુરુ. અધિકારી શિષ્યને સત્ ગુરુ અવશ્ય મળે છે.
પ્રથમ સ્કંધ માં અધિકારી લીલા વર્ણવી. પરીક્ષિત અધિકારી હતા, એટલે તેમને શુકદેવ જી મુનિ આવીને મળ્યા. પાંચ પ્રકારની
શુદ્ધતા પરીક્ષિત માં છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. સદ્ શિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દર્શન
થાય છે.
સદગુરુ તત્ત્વ અને ઈશ્વર તત્ત્વ એક છે. ઈશ્વર જેમ વ્યાપક છે, તેમ ગુરુ પણ વ્યાપક છે. જેનો અભાવ કોઇ ઠેકાણે
નથી તે વ્યાપક. પરમાત્મા સમાન સદગુરુ પણ વ્યાપક છે. વ્યાપક ને શોધવા ની જરૂર પડતી નથી, પણ વ્યાપક ને ઓળખ
વાની જરૂર છે. પરમાત્મા જેમ ગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારી ને મળે છે.
સંત થયા વગર સંત ને ઓળખી શકતા નથી. સંત દેખાતા નથી, કારણ કે તું સંત થયો નથી. જે સંત થાય તેને સંત મળે.
સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવ જો. જયાં સુધી મુઠ્ઠી ચણા ની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર છૂટ તો નથી. પ્રત્યેક
વ્યવહારને ભક્તિ મય બનાવે એ ખરો વૈષ્ણવ.
સંત થવા માટે મનને સુધારવાની જરૂર છે. મનને બદલ વાની જરૂર છે. જે પોતાના હ્રદય નું પરિવર્તન કરે છે, તે સંત
બને છે. મન શુદ્ધ બને તો સંત મળે છે. સંત ને સંત મળવા આવે છે. વિલાસી ને સંત મળતા નથી.
ગુરુદેવ બ્રહ્મા છે. ગુરુદેવ નવો જન્મ આપે છે. નવો જન્મ આપે છે, એટલે કે તે મનને અને સ્વભાવને સુધારે છે.
ગુરુદેવ વિષ્ણુ છે, કારણ કે ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે તેથી તે શિવજીનું પણ સ્વરૂપ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૧
ગુરુ કર્યા વગર રહેશો નહિ. તમે લાયક થશો તો ભગવત્ કૃપાથી સદ્ગુરુ મળી રહેશે, તુકારામજી મહારાજે પોતાનો અનુભવ વર્ણવ્યો
છે. કથા વાર્તા સાંભળતાં પ્રભુના નામમાં મારી પ્રીતિ થઈ. વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું સતત કરવા લાગ્યો. ભગવાનને મારા ઉપર
દયા આવી. મને સ્વપ્નમાં સદ્ગુરુ મળ્યા. મારા સદ્ગુરુ મને રસ્તામાં મળ્યા. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો હતો, રસ્તામાં
ગુરુદેવ મળ્યા. મને કહે, વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ આપવા આવ્યો છું. મેં ગુરુદેવને કહ્યું કે, મેં તો ભગવાનની કોઇ
સેવા કરી નથી. તેમ છતાં ગુરૂદેવે કૃપા કરી અને મંત્ર દીધો ‘રામકૃષ્ણ હરિ’. ગુરુ દક્ષિણામાં ગુરુદેવે મારી પાસે પાશેર તુપ,એટલે કે
ધી માંગ્યું. શું તુકારામના ગુરુને પાશેર ઘી નહીં મળતું હોય? પણ તુકારામની વાણી ગૂઢાર્થ થી ભરેલી છે. તુપ એટલે તારુ તું પણું
અને હું પણું તું મને આપ. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છે. તું તારુ પુરૂષત્વ ભૂલી જા. મારા ગુરુદેવે હું પણું અને તુ પણું માગી
લીધાં. અને મને આજ્ઞા કરી, તારું અભિમાન મને આપ. આજથી હું પણું રાખીશ નહિ. તું પુરુષ નથી. તું સ્ત્રી નથી. તું કોઇનો
પુત્ર નથી. બધા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે. તું બ્રહ્મા છે. તું ઇશ્વરનો અંશ છે. જીવનો ઇશ્વર સાથે સંબંધ સિદ્ધ કરી
આપ્યો.
જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ. જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા જ્ઞાન અને બોધ રૂપ હોય છે. સંતોનું બધું
અલૌકિક હોય છે. શુકદેવજી એકલા બ્રહ્મજ્ઞાની ન હતા. પરંતુ તેમની દ્દષ્ટિ પણ બ્રહ્મદ્દષ્ટિ થઈ હતી. શુકદેવજી પ્રત્યેકને
સમભાવથી જુવે છે. જેવી દ્દષ્ટિ, તેવી સૃષ્ટિ દેખાય છે. જેની દૃષ્ટિ બ્રહ્મમય છે તેને પછી જગતનો ભાસ રહેતો નથી. શુકદેવજી
ગુરુ નહિ પણ સદ્ગુરુ છે. શુકદેવજી જેવા બ્રહ્મદ્દષ્ટિ રાખનારા સુલભ નથી. કેવળ બ્રહ્મજ્ઞાનની વાતો કરનારા સુલભ છે.
શુક્દેવજી જેવા ગુરુ મળે તો, સાત દિવસમાં તો શું પણ સાત મિનિટમાં મુક્તિ અપાવે પણ શિષ્ય પરીક્ષિત જેવો
અધિકારી હોવો જોઈએ. ગુરુ શિષ્ય બંને અધિકારી હોવા જોઈએ.
મંત્રદીક્ષા અધમ છે. સ્પર્શદીક્ષા ઉત્તમ છે. બ્રહ્મભાવમાં તલ્લીન થઈ શુકદેવજીએ પરીક્ષિતના માથા ઉપર વરદ્ હસ્ત
પધરાવ્યો, ત્યાં તેમને બ્રહ્મના દર્શન થયાં. પ્રથમ સ્કંધમાં અધિકારની કથા કહી ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઇએ તે બતાવ્યું,
વક્તા કેવો હોવો જોઈએ તે બતાવ્યું.
આગળ કથા આવશે, શિવજીને રસ્તામાં નારદજી મળ્યા છે. પ્રચેતાઓને શિવજી મળ્યા છે.અધિકારી શિષ્યોને સદ્ગુરુ
આવીને મળે છે. પરીક્ષિતને માટે શુકદેવજી આવ્યા છે. બાકી હજાર આમંત્રણ આપે તો પણ આંખ ઊંચી કરી કોઈની સામે જોવાની
ફુરસદ શુકદેવજીને નથી, કારણ ખરા જ્ઞાની એક ક્ષણ પણ પરમાત્માનાં દર્શન કર્યા વગર રહી શક્તા નથી.