
અશોકવનમાં રામવિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન-સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે. વિરહમાં તન્મયતા
વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી જાય છે કે હું સીતા છું. સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને છે. આ
કૈવલ્યમુક્તિ સીતાજીને અનેક વાર થાય છે કે, હું રામરૂપ છું. સ્ત્રીત્વ ભૂલી જાય છે.
એકવાર ત્રિજટાને કહ્યું:-મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે, એમ રામજીનું
ચિંતન કરતાં હું રામ થઈ જઇશ તો?
સીતાજી ધ્યાનમાં એવાં તન્મય થઇ જાય છે, કે હું જ રામ છું. બ્રહ્મવિદ્ બ્રહ્મ ભવતિ. ત્રિજટાએ કહ્યું, માતાજી, તમે રામ
રૂપ થાવ તો સારું છે. જીવ-શિવ એક થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. સીતાજીએ કહ્યું, રામનું ચિંતન કરતાં કરતાં રામજી બની
જાઉં તો રામજીની સેવા કોણ કરશે? સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે, તે રામરૂપ થવામાં નથી. મને રામ થવામાં
આનંદ નથી. મારે તો રામજીની સેવા કરવી છે. સીતાજીને દુઃખ થાય છે કે અમારું જોડું ખંડિત થશે. જગતમાં સીતારામની જોડી
રહેશે નહિ.
ત્રિજટાએ કહ્યું:-પ્રેમ અન્યોન્ય હોવાથી, રામજી તમારું ચિંતન કરતાં કરતાં સીતારૂપ થશે, તમે રામ થઈ જશો તો
રામજી તમારુ ધ્યાન કરતાં કરતાં સીતા બની જશે. રામસીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આજ ભાગવતની મુક્તિનું રહસ્ય છે.
વૈષ્ણવ આચાર્યો પહેલા દ્વૈતનો નાશ કરે છે, અને અદ્વૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. જેથી
કનૈયાને ગોપી ભાવે ભજી શકાય, મારે કૃષ્ણ થવું નથી, મારે તો ગોપી થઈ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.
ભયર્થ કાલ્પિત્તં દ્વૈતં અદ્વૈતંસુખ બોધ્યાય
જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ અદ્વૈતમુક્તિ, કૈવલ્યમુક્તિ, ભક્તો ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ
ભાગવતી મુક્તિ.
ઉપર મુજબ મુક્તિના બે પ્રકારનું વર્ણન કર્યું. સત્તર તત્ત્વોનું સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય
એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે.
વિચારપ્રધાન મનુષ્યો જ્ઞાનમાર્ગ પસંદ કરે છે. ભાવનાપ્રધાન મનુષ્યો-જેનું હ્રદય કોમળ છે, દ્રવે છે તેવા મનુષ્યો
ભક્તિમાર્ગ પસંદ કરે છે.
ઇશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિશૂન્ય પુરુષોનાં સર્વ સાધન નિષ્ફળ
જાય છે. કથા એ જીવનું ઇશ્વર જોડે મિલન કરવાનું સાધન છે.
ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે, ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વાપરેલો છે. ભક્તિ તીવ્ર જોઈએ. તીવ્રતા
વગરની સાધારણ ભક્તિથી પાપ છૂટે નહિ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૮
તીવ્રેણ ભક્તિયોગેન યજતે પુરુષં પરમ્ ।।
વૈરાગ્યની ઈચ્છાવાળા મુમુક્ષુ ભકત હોય, તેણે તો તીવ્ર ભક્તિયોગથી પરમ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું.
શુકદેવજી વર્ણન કરે છે:-રાજન્! કોઇપણ પ્રકારે મુક્તિ મેળવવી હોય, તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી
જ્ઞાનમાર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહિ. ભોગ ભક્તિમાં બાધક છે. ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. ભોગ કરતાં
ભોગના ત્યાગમાં અનંતગણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓનું સરખું જ હોય છે. ત્વચેન્દ્રિસુખ ભોગવતાં જે આનંદ મળે
છે, તે જ આનંદ પશુને પણ મળે છે. છપ્પન મણ રૂની તળાઇમાં આળોટતાં શેઠીયાને જે સુખ મળે છે, તેવું જ સુખ ગધેડાને
ઉકરડા ઉપર આળોટવામાં મળે છે. માટે મનુષ્યે બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઇએ.
ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશનું અનંત સુખ છે.
ભોગથી શાંતિ મળતી નથી. ત્યાગથી શાંતિ મળે છે. ઇન્દ્રિય સુખ પશુ, પક્ષી અને મનુષ્ય સહુને સરખું છે. ભૂંડને વિષ્ટા
ખાવામાં જે સુખ મળે છે, તેવું મનુષ્યને શીખંડ ખાવામાં મળે છે.
રાજન! આજ સુધી તેં અનેક ભોગ ભોગવ્યા છે. રાજા, હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિરસનું દાન કરીને.
ઇન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરો.
રાજન્! જેનું મરણ સમીપ આવ્યું છે તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે અને પરમાત્માનું ધ્યાન કરે.
રાજન્! ધીરે ધીરે સંયમને વધારજે. સતત ઈશ્વરનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનુ કર્તવ્ય છે. ઈશ્વર સાથે તન્મય થાય
તેને મુક્તિ મળે છે.
રાજન્! જન્મ તેનો સફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ન આવે. ગર્ભવાસ એ જ નરકવાસ છે. કર્મ
અને વાસના લઈને જન્મે છે, તેનો ગર્ભવાસ એ નરકવાસ છે.
શુકદેવજી જનક રાજા ના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શિખવા ગયા છે. વિદ્યાભ્યાસ પૂરો થયો. શુકદેવજીએ કહ્યું,
મારે ગુરુદક્ષિણા આપવી છે. જનક રાજા એ કહ્યું, મારે ગુરુદક્ષિણા જોઇતી નથી. બહુ આગ્રહ કરે છે તો જગતમાં જે નિરુપયોગી
વસ્તુ હોય તે મને આપ.